ગાંધીનગર, તા. ૨૦
આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ ‘આવતીકાલથી કો-ઓપરેટીવ બેન્ક, ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્ક, સીટી કો-ઓપરેટીવ બેન્કના ૯૦૦૦થી વધુ આઉટલેટ પરથી આત્મનિર્ભર ગુજરાત યોજના માટેના ફોર્મનું વિતરણ શરૂ કરાશે.’ આ યોજના અંતર્ગત નાના અને સામાન્ય વર્ગના દુકાનદાર, વાળંદ ભાઈ-બહેનો, રિટેલર્સ, કારપેન્ટર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, ફીટર, મેકેનિક, ફેરિયા અને નાના દુકાનદાર સહિતના સામાન્ય વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કો-ઓપરેટીવ બેન્કના માધ્યમથી એક લાખ રૂપિયા સુધીનું ધિરાણ લોકોનું મળવાનું છે. જેના માટે તેઓએ ૨ ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવાનો રહેશે જ્યારે બાકીના ૬ ટકાનો વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. એમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનિકુમારે જણાવ્યું હતું. ‘આત્મનિર્ભર ગુજરાત’ રાજ્ય સરકારનો એક મહત્ત્વનો કાર્યક્રમ છે. જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૬ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.’ આજે વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને સતત આઠમી વખત કેબિનેટની બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. આ મીટિંગમાં લોકડાઉન ૪.૦માં રાજ્ય સરકારે આપેલી છૂટછાટો અને તેના અમલીકરણની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગરીબ વર્ગ અને રોજે રોજ કમાઈને ખાનાર સમાજના વર્ગ અને સામાન્ય તેમજ મધ્યમ વર્ગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનના ચોથા તબક્કામાં ઘણી છૂટછાટો આપી છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી લોકોને ભીડ ન કરવાની અપીલ કરી છે. દુકાનમાં એક સમયે પાંચ કરતા વધુ લોકોની ભીડ ન થાય તેવો સીએમએ અનુરોધ કર્યો છે. અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું કે, ‘કોરોનાનું સંક્રમણ આપણી વચ્ચે છે અને હવે આપણે કોરોનાની વચ્ચે સુરક્ષિત રહીને જીવતા શીખવાનું અને આર્થિક, વ્યાપારિક, સામાજિક જનજીવન ઝડપભેર સામાન્ય થાય તે પણ આપણે શીખવાનું છે.