ભાવનગર, તા.૮
ગારિયાધાર તાલુકાના જાળિયા ગામના દલિત ખેડૂતની આત્મવિલોપનની ચીમકીના પગલે કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજ ઉમટી પડ્યો હતો અને દેખાવો કર્યો હતો. આત્મવિલોપન માટે કલેક્ટર કચેરીએ પહોંચેલ ખેડૂતની પોલીસે અટકાયત કરી હતી.
જાળિયા ગામના દલિત ખેડૂત હકાભાઈ નથુભાઈ ગોહિલની વાડીમાં ગામના જ શખ્સોએ ઘઉં સળગાવી દેવાની ઘટનામાં પોલીસ ફરિયાદ છતાં આરોપીઓની ધરપકડ કરવામાં ન આવતાં હકાભાઈ દ્વારા કલેક્ટર કચેરી સમક્ષ પોલીસ બંદોબસ્ત ઉપરાંત ફાયરબ્રિગેડ, મેડિકલ રીતે તૈયાર રાખવામાં આવી હતી.
આત્મવિલોપનની ચીમકી આપનાર હકાભાઈ કલેક્ટર કચેરીએ આવતાની સાથે જ પોલીસે તેમની અટકાયત કરી હતી.
પોલીસના અટકાયતી પગલાનો લોકોએ વિરોધ કર્યો હતો. જે દરમ્યાન એક વ્યક્તિની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.