(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૨
જામનગરના રામપર ગામના ચાર વ્યક્તિઓએ સરપંચ સામે કરેલી રજૂઆતમાં કોઈ પગલાં ભરવામાં ન આવતા આપેલી આત્મવિલોપનની ચીમકીના પગલે આજે સવારે પોલીસે આ વ્યક્તિઓની અટકાયત કરી હતી. જામનગર જિલ્લાના રામપર ગામના સરપંચ સામે તે જ ગામના દિનેશભાઈ ખીમજીભાઈ તેમજ ગ્રામપંચાયતના સભ્ય રાહુલ રમેશભાઈ જરૂએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆત પછી પણ કોઈ પગલાં ભરવામાં ન આવતા દિનેશભાઈ, રાહુલ જરૂ, રાજેશ નકુમ અને રાજેશ હરીભાઈ ભટ્ટે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી તેથી હરકતમાં આવેલી પોલીસે રવિવારે રાહુલ અને રાજેશ નકુમની અટકાયત કરી હતી. ત્યાર પછી આજે સવારે જિલ્લા પંચાયત કચેરીમાં ઉપરોકત વ્યક્તિઓ આવવાના હોવાની ચીમકી મળી હોવાથી ગોઠવાઈ ગયેલા પોલીસ કાફલાએ દિનેશભાઈ તેમજ રાજેશ હરીભાઈની જિલ્લા પંચાયતના પટાંગણમાંથી તેઓ આત્મવિલોપન કરે તે પહેલાં અટકાયત કરી લીધી હતી.