“હૃદયાસે” નામને જ સાર્થક કરતી, હૃદયથી આત્મિય ભાવ સાથે દર્દીના ખર્ચનો ખ્યાલ રાખી સ્વાસ્થ્યની ઉચ્ચ સારસંભાળ કરતી મલ્ટી સ્પેસ્યાલીટી હોસ્પિટલ અહીં નિયમિતરૂપે કાર્ડિયોલોજિસ્ટ, પાલ્મોનોલોજિસ્ટ, એમડી મેડીસીન, ૨૪ટ ૭ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફ અને અન્ય ઉપલબ્ધ હોય છે.
“હૃદય સે” એક એવું સ્થળ છે જ્યાં લાગણી સભર સરભરા, આત્મીય સારસંભાળ અને આત્મસંતોષની શોધનો અંત આવે છે. અહીં દર્દીને એક આત્મજન તરીકે જ જોવામાં આવે છે અને પરિવારના સભ્ય જેવી જ હૂંફ આપવામાં આવે છે. હાલના સંજોગોમાં અહીં કોરોનના દર્દીઓની સારવાર કરવામાં આવે છે, અહીં દર્દીને અપેક્ષાઓથી વિશેષ સારવાર આપવામાં આવે છે.
“હૃદયાસે” મલ્ટી સ્પેસ્યાલીટી હોસ્પિટલના ચેરમેન શ્રી સુરેન્દ્ર છાજેડ સાહેબે જણાવ્યું કે મેં નક્કી કર્યું હતું કે હું એક એવી સંસ્થા ખોલીશ કે જેમાં લોકોને બિમારીનો ભય જતો રહે ખાસ કરીને અત્યારના સંજોગોમાં કોરોનનો ડર જતો રહે, આ જ ભાવ મનમાં રાખીને મેં સંપૂર્ણ પારદર્શિતા, અત્યંત વ્યાજબી ખર્ચ અને ગુણવત્તા જેવા ત્રણ મહા ઉદ્દેશ સાથે હોસ્પિટલની શરૂઆત કરી, કોરોનાના દર્દીઓ બહુ જ ગભરાયેલા રહે છે, ખર્ચા સાથે સારવાર લઇ સાજા થવાનું ટેન્શન સખત રહે, આવા દર્દીઓ માટે પહેલા તો ખર્ચ બહુ જ ઓછો રહેશે અને સામે ગુણવત્તા સભર સારવાર સાથેની સુવિધાઓ અકલ્પનિય હશે અને સાજા થઇ ઘેર જશો એવી હામ હૃદયમાં આપવામાં આવે છે. હાલમાં અન્ય રોગો સિવાય કોરોનાના દર્દીઓ વધુ આવે છે, આ દર્દીઓને આત્મિય ભાવ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં ગૂંથી હૃદયથી પ્રફુલ્લિત કરવામાં આવે છે, અંતાક્ષરી વગેરે રમતો, મ્યુઝિક બેન્ડ, ગીતો, સવારે યોગા વગેરે પ્રવૃત્તિ સાથે મ્યુઝિક થેરાપીથી મન હૃદયને રાહત મળે છે. આ બધા સાથેની સારવાર દર્દીને સાજા થવામાં વધુ મદદ કરે છે.અહીં દર્દીની પસંદગી મુજબનું શુદ્ધ સાત્વિક ભોજન આપવામાં આવે છે, ગરમ ગરમ નાસ્તા ભોજન વગેરે સમયસર અને આત્મિય લાગણીથી. અહીં ઘણાને તો કોરોનનો ડર નીકળી જાય છે અને પિકનિકમાં આવ્યા હોય એવું લાગે છે અને આ ભાવ માટે સારવારમાં ઇનોવેશન જરૂરી છે.
આમ જો સામાન્ય માનવી એટલે કે મધ્યમ વર્ગના માનવી બીમારી કરતા નાણાકીય ચિંતામાં વધુ ખતમ થઇ જાય છે, અહીં દર્દી પર નાણાકીય ચિંતા હાવી થવા જ નથી દેતા, ઓછી ડિપોઝીટ હોય તો પણ દાખલ કરી સારવાર શરૂ કરવાની, અહીં મહત્વ દર્દીનું હોય છે, નાણાંનું નહિ, મારી ઓફિસની ટેગલાઈન જ છે “અહીં દર્દીના સ્વાસ્થ્ય અને ખર્ચ બન્નેનો ખ્યાલ રાખવામાં આવે છે.આ માત્ર “હોસ્પિટલ” નથી પરંતુ “હોસ્પિટાલિટી” એટલે કે હૃદયથી નમ્રતાપૂર્વક આત્મિય સરભરાનું પવિત્ર સ્થળ છે.
હેલ્પ લાઈન નંબર : ૭૨૬૫૯૨૦૯૨૦