(એજન્સી) તા.૭
યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની (યુઆઇડીએઆઇ) વેબસાઇટમાં નવી આધાર સર્વિસીઝ અપડેટ થતાં હવે તમારે આધાર કાર્ડ પર તમારું નામ, જન્મતારીખ, જેન્ડર અને એડ્રેસ જેવી કેટલીક વિગતો બદલવા કે સુધારવા માટે તમારે કોઇ સેન્ટર પર જવાની જરુર નહીં રહે અને તમે ઘરે બેઠા જ આરામથી ઓનલાઇન આ વિગતો બદલી શકશો. ફરજીયાત બાયોમેટ્રીક અપડેટ જેવી બાયોમેટ્રીક માહિતી હવે વિનામૂલ્યે ઓનલાઇન કરી શકાશે. જ્યારે નામ, સરનામા, જન્મતારીખ, જેન્ડર, મોબાઇલ નંબર અને ઇમેઇલ જેવી ડેમોગ્રાફિક માહિતી બદલવા માટે યુઝરને રૂા.૫૦નો ચાર્જ ચૂકવવો પડશે. આ જ ચાર્જ ફરજીયાત કેટેગરી હેઠળ નહીં આવતાં અપડેટ્સને પણ લાગુ પડશે.
આધાર કાર્ડ પર સરનામું અપડેટ કરવાના સ્ટેપ્સ
સ્ટેપ-૧ : યુઆઇડીએઆઇ વેબ પોર્ટલ પર જઇને વેબસાઇટના ડાબી બાજુના ટોચના ખૂણા પર આવેલ ડ્રોપડાઉન મેનુમાં માય આધાર ક્લીક કરો.
સ્ટેપ-૨ : બીજુ પેજ દેખાય એટલે અપડેટ ડેમોગ્રાફિક ડેટા ઓનલાઇન ક્લીક કરો.
સ્ટેપ-૩ : હવે પ્રોસીડ ટુ અપડેટ આધાર લિંક ક્લીક કરો અને આપેલ બોક્સમાં જરુરી માહિતી ઇનપુટ કરો. ત્યારબાદ તમારો આધાર નંબર એન્ટર કરો. જરૂરી વિગતો ભરો અને સેન્ડ ઓટીપી પર ક્લીક કરો. રજીસ્ટર્ડ ફોન નંબરમાં ચેક કરો.
સ્ટેપ-૪ : ફોન પર ઓટીપી આવ્યા બાદ એન્ટર કરો. હવે ડેમોગ્રાફિક્સ ડેટા ઓપ્શન પર ક્લીક કરો. તમે સંબંધિત માહિતી તે મુજબ અપડેટ કરી શકશો. જરુરી ફિલ્ડ ભર્યા બાદ પ્રોસીડ બટન પર ક્લીક કરો.
સ્ટેપ-૫ : હવે તમારે તમારી અપડેટ રીક્વેસ્ટને પ્રમાણભૂતતા બક્ષવા વેરિફીકેશન ડોક્યુમેન્ટની સ્કેન કરેલ કલર કોપી અપલોડ કરવી પડશે.
નોંધ : આપવામાં આવેલ માહિતી ચકાસણી કરવા માટે અનેક ડોક્યુમેન્ટ સબમીટ કરી શકાય, પરંતુ આધાર કાર્ડ પર સરનામું બદલવા માટે તમારે સરનામાના પુરાવારૂપે આધારભૂત ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. વધુ માહિતી માટે યુઆઇડીએઆઇની વેબસાઇટ પર સત્તાવાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
Recent Comments