(એજન્સી) નવી દિલ્હી,તા.૧પ
ભારતીય રિઝર્વ બેંક અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં અને સુપ્રીમ કોર્ટના બેંક ખાતાઓને સ્વૈચ્છિક રીતે જોડવાના આદેશના પાંચ વર્ષ બાદ પણ જ્યારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડ્ઢમ્‌) યોજનાઓની વાત આવે છે ત્યારે આધારકાર્ડ મોટો અવરોધ ઊભો કરે છે.
રી થિંક આધાર નામના અભિયાનમાં એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં બતાવાયું છે કે ડ્ઢમ્‌ માટે આધાર દ્વારા કૌભાંડો કેટલી સરળ રીતે કરવામાં આવે છે. સિસ્ટમને “છેતરપિંડી કરનારાઓને સીધો ફાયદો” ગણાવતા અહેવાલમાં જણાવાયું છે કે વાસ્તવિક લાભાર્થીઓને આ સિસ્ટમ દ્વારા વારંવાર કેવી રીતે છેતરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, મુશ્કેલીઓમાં વધારો ત્યારે થયો જ્યારે જૂની સિસ્ટમમાં પૈસા દ્ગઈહ્લ્‌ દ્વારા લાભાર્થીના ખાતામાં જતાં, જ્યારે હવે આધાર પેમેન્ટ્‌સ બ્રિજ દ્વારા પૈસા ટ્રાન્સફર થાય છે, જે ખાનગી સંસ્થા, ધ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત છે. બેંક ખાતાઓ અને તેની સાથે સંકળાયેલ આધાર નંબરની સૂચિ એકલા દ્ગઁઝ્રૈં પાસે ઉપલબ્ધ છે. આમ લાભકર્તાને કોઈ જાણ હોતી નથી કે તેનો કયો એકાઉન્ટ ઉપયોગમાં લેવાય છે અને તે તેનો જ એકાઉન્ટ છે કે નહીં.
ઉદાહરણો : કૌભાંડો ઝારખંડ, આસામ, પંજાબ અને બિહારમાં કરવામાં આવ્યા હતા, જ્યાં દલાલો, બેંકના કર્મચારીઓ, શાળાના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓના જોડાણને કારણે વિદ્યાર્થીઓને મળતી રકમની માત્રામાંથી થોડો ભાગ જ પ્રાપ્ત થતો હતો. અહેવાલમાં એવી પરિસ્થિતિઓને પણ ટાંકવામાં આવી છે કે લોકડાઉન દરમિયાન ન્ઁય્ સબસિડીઓ ‘ગાયબ થઈ ગઈ છે’ અને જાહેરમાં ઉપલબ્ધ આધાર નંબરનો ઉપયોગ ઁસ્ કિસાન કૌભાંડમાં વ્યાપક રીતે નાણાં સગેવગે કરવામાં કરાયો હતો.