(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (સીબીડીટી)એ આધાર-પાન લિકિંગ સમયમર્યાદા ૩૦ જુન સુધી લબાવી છે. પહેલા આ ડેડલાઈન ડિસેમ્બર સુધી હતી પરંતુ હવે તેને ૩૦ જુન સુધી લંબાવવામાં આવી છે. આધાર બાર આંકડાનો એક નંબર છે જે યનિક ઓથોરિટી દ્વારા દરેક નાગરિકને પૂરો પાડવામાં આવે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અચોક્કસ મુદત સુધી ફોન નંબર અને બેન્ક ખાતાઓ સાથે આધાર લિંક કરવાની તારીખ મોકુફ રાખી દીધી હતી. તત્કાળ પાસપોર્ટ માટે પણ આધારને અનિવાર્ય બનાવી દેવામાં આવ્યો હતો.સમાચાર સંસ્થા પીટીઆઈની એક ખબર અનુસાર આધાર-પાન લિકિંગ સમયમર્યાદા ૩૦ જુન સુધી લંબાવવામાં આવી છે. પહેલા આ ડેડલાઈન ૩૦ ડિસેમ્બર સુધી હતી. કોર્ટના આદેશ પહેલા આધાર લિંક કરવાની ડેડલાઈન ૩૧ માર્ચ સુધી લંબાવવામાં આવી છે.