(એજન્સી) કોલકાત્તા, તા.૧૭
બીસીસીઆઈ અને સેનર્સ-કે દ્વારા અહીં આયોજિત સાયબર સુરક્ષા સેમિનારમાં નારાયણને જણાવ્યું હતું કે, ભારત પાંચ એવા દેશોમાં સામેલ છે, જે સાયબર હુમલાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. ડિજિટલ ક્ષેત્રમાં ભારતનો પ્રવેશ પ્રારંભિક તબક્કામાં છે અને દરરોજ આધાર કાર્ડનો ઉપયોગ સર્વવ્યાપી બનતો જાય છે, એમ નારાયણને જણાવ્યું હતું. પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ.કે.નારાયણને જણાવ્યું હતું કે, જેમ-જેમ આધાર કાર્ડ સર્વવ્યાપી બનતું જાય છે તેમ-તેમ લોકોએ તેના જમા અને ઉધાર પાસા પણ સમજવા જોઈએ. ઓનલાઈન ઓળખ મેળવવું ખૂબ જ સરળ બન્યું છે.
નારાયણને જણાવ્યું હતું કે, બિઝનેસ ક્ષેત્ર પર સાયબર હુમલાની સૌથી વધુ અસર થઈ છે અને ઈન્ટરનેટના વ્યાપ સાથે સમસ્યાઓ પણ વધતી જાય છે.
નારાયણને જણાવ્યું હતું કે, બિઝનેસ ક્ષેત્ર બાદ બેંકિંગ, નાણાં ક્ષેત્ર, વીમા ક્ષેત્રે, ઊર્જા, શિપિંગ, વિદ્યુત અને અન્ય ક્ષેત્રે સૌથી વધુ સાયબર હુમલા થાય છે.