સુખસર, તા.૧૦
ફતેપુરા તાલુકાના ભિતોડી ગામના ૪પ વર્ષીય આધેડને ડબલારા ગામની આધેડ વયની પરણીત મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી બંને પરણીત હોવા છતા તેમના સંતાનો અને સમાજની પરવા કર્યા વિના ભાગી ગયા હતા. જેથી બંનેના પરિવારજનોએ બંનેને પકડી લાવી સુખસર પોલીસને હવાલે કર્યા હતા. બંને પ્રેમી પંખીડાને જાવા માટે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે ઉમટ્યા હતા. ફતેપુરા તાલુકાના ભિતોડી અને ડબલારા ગામમાં બન્યો છે. ભિતોડી ગામનો આધેડ વયનો ઈસમ પરણીત છે. જેને છ સંતાનો છે. છતા ડબલારા ગામની ચાર સંતાનોની માતા આધેડ વયની પરણિત હોવા છતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને પ્રેમીપંખીડા સમાજ સંતાનો અને પરિવારની પણ ચિંતા કર્યા વિના ઘરેથી ભાગી છુટ્યા હતા.
જેમાં પરિવારજનો દ્વારા શોધખોળ બાદ બંનેને પકડી લાવીને સુખસર પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે બંને સામે અટકાયતી પગલા લઈ કાર્યવાહી હાથ ધરી હતી.થોડા સમય અગાઉ પણ બંને જણા ભાગી છુટ્યા હતા. જેમાં અગાઉ પણ પકડી લાવી પોલીસ મથકે લવાયા હતા. જ્યાં સમાધાન કરી છુટા કરાયા હતા.