(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૨૭
સુરતની કોવીડ હોસ્પિટલમાં છેલ્લા ૩ દિવસમાં ૪ બેદરકારીની ઘટના સામે આવી છે. એક આધેડ મહિલાને કોરોના નહીં હોવા છતાંય કોવીડ હોસ્પિટલ ખાતે ૧૦ દિવસ સુધી દાખલ રાખવામાં આવ્યા હતા. સારવાર નહિ અપાતા મોત થયા બાદ પરિવારને તેમના મોતની જાણકરી ૪ કલાક બાદ આપવામાં આવી હતી. જોકે પરિવારે હોસ્પિટલ પર બેદરકારી આક્ષેપ કર્યા છે. મહિલાના મોત બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણ પરિવારને થતા મૃતકના પૌત્રએ વીડિયો તૈયાર કરી હોસ્પિટલની બેદરકારી સોશિયલ મીડિયા વાઇરલ કરી છે. આ વીડિયોમાં મૃતક મહિલાના પૌત્રએ કહ્યું હતું કે મારા બાને કોરોના નહોતો છતાં કોવિડ વોર્ડમાં રાખ્યા અને ૧૦ દિવસ પછી કહ્યું હાર્ટએટેકથી મોત થયું હતું.
ગતરોજ એક પરિવાર દ્વારા હોસ્પિટલની બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા.તેમાં પરિવારે હોસ્પિટલની લાપરવાહી છતી કરી છે. જે દર્દીને છેલ્લા ૧૦ દિવસ થી કોરોના વોર્ડમાં સારવાર આપવામાં આવતી હતી. તેમનું ગતરોજ બપોરે ૩ વાગે મોત થઇ ગયું હોવા છતાંય પરિવારને સાંજે ૭ વાગે જાણકારી આપવામાં આવે છે. જોકે આ આધેડ મહિલાને કોરોના નહિ હોવા છતાં તેમને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.૧૦ દિવસ બાદ પણ પરિવાર તેમનો કોરોના રિપોર્ટ પણ આપવામાં આવ્યો નહતો.જોકે તેમના મુત્યુ બાદ તંત્ર દ્વારા તેમને કોરોના નથી અને રિપોર્ટ નેગેટિવ હોવાની જાણકારી આપવામાં આવી હતી. જોકે તેમને છેલ્લા કેટલાક દિવસ શ્વાસની તકલીફ હોવા છતાંય તબીબો દ્વારા વેન્ટિલેટર હાઇની જગ્યા પર લો રાખવામાં આવ્યુ હતું અને છેલ્લા ૩ દિવસથી તેમને બેભાન અવસ્થામાં સારવાર આપી અને ઇન્જેકસન આપવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.જોકે કોરોના નહિ હોવા છતાંય વોર્ડમાં દાખલ કરવા સાથે તેમના મોતના ૪ કલાક બાદ પરિવાર પૂછવા જાય છે ત્યારે તેમને હૃદય રોગનો હુમલો આવતા મોત થયાની જાણકરી આપવામાં આવે છે. આમ હૉસ્પિટલની બેદરકરીને લઈને પરિવારે આક્ષેપ સાથેનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. અને હોસ્પિટલ બેદરકારી છતી કરવાનો પ્રયાસ કર્યો છે.