જમૈકા, તા.૧૩
વેસ્ટઇન્ડીઝનાં વિસ્ફોટક ઑલરાઉન્ડર આન્દ્રે રસેલને કેબેરિયન પ્રીમિયર લીગમાં જમૈકા તલવાહ અને સેન્ટ લૂસિયા જોઉક્સની વચ્ચેની મેચમાં માથા પર બૉલ વાગ્યો હતો. રસેલે બેટિંગ કરતા સમયે હેલ્મેટ પહેરેલું હતુ, પરંતુ બૉલ વાગ્યા બાદ તેને મેદાનથી બહાર લઇ જવો પડ્યો.
આ ઘટના ગુરૂવારનાં સબાઇનાં પાર્કમાં તલવાહની બેટિંગ દરમિયાન ૧૪મી ઑવરમાં બની, જ્યારે રસેલ શૂન્ય રને રમી રહ્યો હતો અને તેણે પુલ શૉટ મારવાનો પ્રયત્ન કર્યો. પુલ શૉટ રમવાનાં પ્રયાસનાં કારણે તેનુ માથું ફર્યું અને તેને ઇજા થઇ. આ જ સમયે તે મેદાન પર ફસકી પડ્યો હતો અને બાકીનાં ખેલાડીઓએ હેલ્મેટ હટાવીને તેની ઇજાને જોઈ.
૧૪મી ઑવરમાં સેંટ લૂસિયાનાં બૉલર હાડ્‌ર્સ વિલ્જોએને પાંચમો બૉલ શૉર્ટ પિચ નાખ્યો અને આન્દ્રે રસેલ આ બૉલને પુલ કરવા ઇચ્છતો હતો. રસેલ યોગ્ય રીતે ટાઇમિંગ કરી શક્યો નહીં અને બૉલ ડાબા કાનની પાસે લાગ્યો. રસેલ તરત જ જમીન પર પડી ગયો હતો. રસેલને તરત જ સ્ટ્રેચર પર મેદાનથી બહાર લઇ જવામાં આવ્યો. આન્દ્રે રસેલનાં હેલ્મેટ પર નેક ગાર્ડ નહોતુ લગાવેલું. જો નેક ગાર્ડ લગાવેલું હોત તો તે ઇજાથી ઘણા અંશે બચી શક્યો હોત.