(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના કાલકાજી વિધાનસભા સીટથી ધારાસભ્ય આતિશી કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. આતિશીએ શરૂઆતી લક્ષણો પછી ૧૬ જૂને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ ૧૭ જૂને પોઝિટિવ આવ્યો છે. હાલમાં આતિશીને હળવા લક્ષણ છે અને તેમણે પોતાને ઘરમાં હોમ ક્વોરન્ટાઈન કરી લીધા છે. આતિશીના કોરોના પોઝિટિવ હોવાની માહિતી પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, કોરોનાની વિરૂદ્ધ લડાઈમાં આતિશીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. મને આશા છે કે, તે જલ્દી સ્વસ્થ થઈને ફરી એક વખત લોકોની સેવામાં જોડાઈ જશે. સમાચાર મુજબ આપ ધારાસભ્ય આતિશી કોરોનાના કેસ અંગે આરોગ્ય વિભાગ સાથે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને કોરોનાના લક્ષણ અનુભવાયા. ત્યારબાદ તેમણે પોતાને ઘરમાં આઈસોલેટ કરી લીધા હતા. આ દરમિયાન ૧૬ જૂને કોરોના ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો છે. માહિતી મળતા જ તેમણે પોતાને ક્વોરન્ટાઈન કરી લીધા છે. કોરોના પીડિત થનાર આતિશી આમ આદમી પાર્ટીના ત્રીજા ધારાસભ્ય છે. આ પહેલાં કરોલબાગના ધારાસભ્ય વિશેષ રવિ અને પહેલનગરના ધારાસભ્ય રાજકુમાર આનંદ પણ આ વાયરસથી પીડિત થઈ ચૂકયા છે. ત્યાં દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના કોરોનાના લક્ષણ આવતા તપાસ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.