જૂનાગઢ, તા.૧
આફ્રિકાના મોઝામ્બિકના માપુટો પાસેથી મૂળ પોરબંદરના ખોજા ઉદ્યોગપતિ રિઝવાન આડતિયાનું અપહરણ થયાનું જાણવા મળે છે. તેમની મોટર જંગલ વિસ્તારમાંથી રેઢી મળી આવી છે. કોરોનાના હિસાબે તેમની સાથે ડ્રાઈવર કે બીજું કોઈ સાથે હતું નહીં હમણા જ ભારતમાં તેમનું પિક્ચર રિલીઝ થયું હતું અને તેની વિગતો આપવા રાજકોટ ખાતે પણ આવ્યા હતા. રિઝવાન આડતિયા ફાઉન્ડેશના તેઓ સ્થાપક છે. ભારતીય સમય મુજબ રાત્રે ૧૧ આસપાસ મોઝામ્બિકમાં ઝૂમબા માર્કેટથી જવા ઘરે નીકળેલ ત્યારે તેમની કાર માટોલા પાસે આંતરી અપહરણ કરાયાનું જાણવા મળે છે તેઓ મૂળ સૌરાષ્ટ્રના પોરબંદરના વતની છે. ભારત સરકારને પણ જાણ કરાઈ રહી છે. રિઝવાન આડતિયા નરેન્દ્ર મોદીને પણ થોડા સમય પહેલા જ મળ્યા હતા.
૫૨ વર્ષના રિઝવાન આડતિયાનો જન્મ ૧૯૬૭માં પોરબંદરના ઇસ્માયલી ખોજા પરિવારમાં થયો છે. માત્ર ૧૬ વર્ષની વયે તેમણે પોરબંદરની એક કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. જે સમયે તેમને ૧૭૫ રૂપિયા માસિક પગાર આપવામાં આવતો હતો. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે એ સમયનો એક કિસ્સો જણાવ્યો હતો, જેણે તેમનું જીવન બદલી નાંખ્યું.