(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૨૨
આમોદ તાલુકાના એક ગામમાં ગતરોજ રાત્રીના સમયે ગામના જ રહેતા બે નરાધમોએ ગામની સગીરા ઉપર ઘરમાં ગેરકાયદેસર ઘુસી બળાત્કાર કરતાં આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આમોદ પોલીસે સગીરાનું મેડીકલ ચેકઅપ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર આમોદ તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરાના ઘરે ગતરોજ રાત્રીના ૧૧ઃ૩૦ કલાકે ગામમાં જ રહેતા પ્રકાશ ફતેસિંહ પરમાર અને રણજીતસિંહ અજીતસિંહ જાદવ સગીરાના ઘરે ગયા હતા. અને ઘરના પાછળના વાડામાંથી પ્રવેશ કરી દરવાજો ખખડાવતા સગીરાએ દરવાજો ખોલતા આરોપી નામે પ્રકાશ ફતેસિંહ પરમાર તથા રણજીતસિંહ અજીતસિંહ જાદવ બંને ઘરમાં પ્રવેશ કરી ભોગ બનનારનું મોઢું દબાવી સેટી ઉપર સુવડાવીને પ્રકાશ ફતેસિંહ પરમારે મોઢું દબાવી રાખી રણજીતસિંહ અજીતસિંહ જાદવે સગીરા સાથે જબરજસ્તીથી બળાત્કાર કરી હતો. બળાત્કાર કરનાર બંને આરોપીઓ હાલ ફરાર થઈ ગયા હતા.આમોદ પોલીસે બંને આરોપીઓ સામે બળાત્કાર તેમજ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેની તપાસ હાલ જંબુસરના ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ચલાવી રહ્યા છે. આમોદ પોલીસે સગીરાનું મેડીકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી છે.
આમોદ : ગામનાં જ બે શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

Recent Comments