આમોદ, તા.૧૬
આમોદ મામલતદાર કચેરીના મામલતદાર અને ડે.મામલતદાર ૧૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
બનાવની વિગત અનુસાર આમોદ શહેરના ભાજપના હોદ્દેદાર કમલેશ બાંડી પોતાની જમીનના કામ અંગે આમોદ મામલતદાર કચેરીમાં ગયા હતા. જ્યાં તેઓ મામલતદાર ડોકટર જે.ડી. પટેલ અને ડે.મામલતદાર ચિરાગ ડોડિયાને મળ્યા હતા. જે દરમ્યાન તેમનું કામ પતાવવા ૧૦ હજારની લાંચની માંગ કરી હતી. ફરિયાદી કમલેશ બાંડી લાંચ આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબી દ્વારા લાંચના છટકાનું મામલતદાર કચેરીમાં આયોજન કરાયું હતું જેમાં ફરિયાદી પાસેથી ૧૦ હજારની લાંચ લેતા મામલતદાર ડે.મામલતદાર ઝડપાઈ ગયા હતા. જો કે મામલતદાર ડોકટર જે.ડી. પટેલ જગ્યા ઉપરથી નાસી છૂટ્યા હતા. એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.