ભાવનગર, તા.રપ
ભાવનગર જિલ્લામાં કોબડી ટોલટેક્ષ નાકામાં ભાવનગર જિલ્લાના તમામ વાહનોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવી, તેમજ ભાવનગરથી સરતાનપર ગામ સુધીનો જૂનો ડામર રોડ બનાવવામાં આવે, તેમજ શહેરના હાર્દસમા વિસ્તારો જેવા કે ગંગાજળિયા, વડવા વોશિંગ ઘાટ, જશુનાથ ચોક મોતીબાગ રોડ વગેરે અને ગ્રામ્ય કક્ષાએ છે શહેરીજનો અને ગ્રામ્યજનો ખરીદી કરવા અર્થે તેમજ નાના-મોટા કામ અર્થે શહેર અને તાલુકાની મુલાકાત લેતા હોય ત્યારે રિક્ષા સિવાય લોકો માટે કોઈ વિકલ્પ જ ન હોય ત્યારે શહેરના અને ગ્રામ્ય હાર્દસમા વિસ્તારમાં અવાર-નવાર પ્રશાસન દ્વારા નાના રિક્ષા ચાલકોને સ્ટેન્ડ અને પાર્કિંગનો પ્રોબ્લેમ થતો હોય તેના બદલે કાયદેસર રીતે ઉપરોક્ત તમામ વિસ્તારોમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી, તથા ભાવનગર અલગ વિસ્તારમાં નો પાર્કિંગના બોર્ડ મારવામાં આવ્યા છે. ત્યારે નાના રિક્ષાચાલકોને રોજગારી મેળવતા લોકોને મુશ્કેલી વધી રહી છે. હાલમાં એક બાજુ તો કોરોના સંક્રમણ મંદીનો માહોલ અને આભને આંબતી મોંઘવારીમાં પોતાના પરિવારનું ભરણપોષણ ત્યારે ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત ભાવનગર કલેક્ટરને કરવામાં આવી હતી.