(એજન્સી) પટણા, તા.૧૮
રાજદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રમંત્રી રઘુવંશ પ્રસાદસિંહના કોરોના પોઝિટિવ હોવાનું બુધવારે સમર્થન થયું છે. સિંહ(૭પ)ની મંગળવારે ઓચિંતા તબિયત વધુ ખરાબ થતા તેમને પટણા સ્થિત એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને બુધવારે તેમની આવેલી તપાસ રિપોર્ટમાં કોરોના વાયરસ પીડિતનું સમર્થન થયું છે.
પહેલાથી ડાયાબિટિસથી પીડિત રઘુવંશની સારવાર પટણાના એમ્સના પ્રથમ વોર્ડમાં કરવામાં આવી રહી છે. પટણાના એમ્સના સુપ્રીટેન્ડેન્ટ ડો.બંદ્રમણીસિંહ જણાવ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રીની સ્થિતિ હાલમાં સ્થિર છે. રઘુવંશના નજીકના સહયોગી કેદાર યાદવે જણાવ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રીને છાતીમાં દુઃખાવો તેમજ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ પછી મંગળવારે સાંજે ચાર વાગે પટણા એમ્સમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.