મોડાસા, તા.ર૪
શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે વેણપુર ગામની સીમમાં આવેલી આરટીઓ ચેકપોસ્ટ પરથી ટ્રક-કન્ટેનરમાંથી ૧૯.૫૮ લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી ટ્રક-કન્ટેનર ચાલક સહીત અન્ય એક શખ્શને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આરટીઓ ચેકપોસ્ટ નજીક શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજસ્થાન તરફથી આવતા ટ્રક-કન્ટેનર (ગાડી.નં.HR-૬૩-B-૪૨૮૧) અટકાવી તલાસી લેતા ટ્રક માંથી ઇગ્લીશ દારૂ ના કવોટર ની પેટીઓ નંગ ૮૧૬ કુલ કવોટર નંગ- ૩૯૧૬૮ કિ.રૂ ૧૯,૫૮,૪૦૦/- નો વિદેશી દારૂ જપ્ત કરી ટ્રક-કન્ટેનર ચાલક મહેબુબખાન કમરૂદિન મેવ (રહે,ઘાસોલી રાજ) તથા સોનુ ઇન્દ્રપાલ જાટ ( રહે,નારપુર, હરિયાણા) ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રક અને મોબાઈલ નંગ-૨ કુલ રૂ.૨૯,૫૯,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના બોહર ના બુટલેગર દિપક રઘુનાથ જાટ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.