(એજન્સી) તા.૧૨
તાજેતરમાં આરબ અને ઇઝરાયેલ વચ્ચે થયેલી સંધિ અને સંતલસના કારણે સ્વતંત્ર પેલેસ્ટાઇનની સંભાવના ખતમ થઇ ગઇ છે અને મધ્ય પૂર્વમાં એવા રાજકીય બદલાવ થઇ રહ્યાં છે કે જેના ખાસ કરીને આ પ્રદેશમાં અને સામાન્ય રીતે એશિયામાં સઘન દુરોગામી પરિણામો આવી શકે છે.
અહમ પ્રશ્ન હવે જો કે એ છે કે ઇઝરાયેલના કબજા હેઠળના પ્રદેશમાં વસતા પેલેસ્ટીનીઓનું શું થશે ? આ માટે બે શક્યતાઓ દેખાઇ રહી છે. એક તો વન્સ ટેક સોલ્યુશન છે જેમાં ઇઝરાયેલ સાથે પ્રદેશોના વિલયની વાત છે અને બીજી શક્યતા વેસ્ટ બેંકના જોર્ડન ભાગ આપવાની છે અને આ સામ્રાજ્યનું પેલેસ્ટીની નેશન તરીકે એક પુનઃ મોડલ રજૂ કરવાની વાત છે.
દરમિયાન કહેવાતી અબ્રાહ્મ સમજૂતીએ ઇઝરાયેલના વસ્તુતઃ સામ્રાજ્યના ઉદય માટે માર્ગ મોકળો કર્યો છે. આ મિની સુપર પાવર આ પ્રદેશને આગામી દાયકાઓ સુધી પોતાના વર્ચસ્વ હેઠળ રાખશે. ઇઝરાયેલે તાજેતરમાં અમેરિકાની મધ્યસ્થિથી યુએઇ સાથે રાજદ્વારી માન્યતા પ્રાપ્ત કરવા સંધિ કરી છે. દાયકાઓ સુધી આરબોએ ઇઝરાયેલને જાકારો આપ્યો છે કારણ કે ઇઝરાયેલે આરબ-ઇઝરાયેલી યુદ્ધમાં ૧૯૬૭માં પચાવી પાડેલ જમીન પર પેલેસ્ટીની રાષ્ટ્ર માટે મંજૂરી આપવા ઇનકાર કર્યો હતો.
યુએઇ સાથે ડીલના પગલે યહુદી રાષ્ટ્રએ આવી જ સંધિ બેહરીન અને સુદાન સાથે કરી છે. તેઓ સાથે મળીને અમેરિકાના સમર્થનથી ઇઝરાયેલના વડપણ હેઠળ એક અઘોષિત લશ્કરી બ્લોક ઊભો કર્યો છે. આરબ રાષ્ટ્રો ઇરાનને પોતાના દુશ્મન નંબર-૧ ગણે છે અને હવે ઇરાન પણ આ ગઠબંધનમાં જોડાશે. મુસ્લિમ જગતના નેતૃત્વ માટે ઇરાનના મુખ્ય હરીફ સઉદી અરેબિયા હવે તેનાથી દૂર રહેશે કારણ કે રિયાધને એવી દહેશત છે કે સાથી ઇસ્લામિક રાષ્ટ્રો તરફથી તેની ઉગ્ર પ્રતિક્રિયા આવશે.
આરબ-ઇઝરાયેલી સંધિના પગલે ઇઝરાયેલના વર્ચ્યુઅલ સામ્રાજ્યનો ઉદય થશે

Recent Comments