પ્રાંતિજ, તા.૪
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પોલિસ ફરીયાદ બાદ આરોપી માનસિક ડીપ્રેશનમાં રહેતાં બી.પી.વધઘટ થવાના કારણે મૃત્યુ નિપજતા મૃતકની પત્ની દ્વારા પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાં ભાજપ શહેર પ્રમુખ, નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન, નગરપાલિકા પૂર્વ મહિલા કોર્પોરેટર, પતિ-પુત્ર સહિત અન્ય બે વિરૂધ્ધ પોલિસ ફરીયાદ કરતા પોલિસે ગુનો નોધી આગળની તપાસ હાથધરી છે.
પ્રાંતિજ ખાતે તા.૯/૨/૧૯ના રોજ ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ અને લૂંટની ફરીયાદ ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ દ્વારા અગિયાર વિરૂધ્ધ ફરીયાદ કરાતાં ફરીયાદમાં રહેલ આઠ નંબરના આરોપી મહેશ દેવાભાઇભોઇ પોલિસ ફરીયાદને લઈને માનસિક ડીપ્રેશનમાં રહેતાં બી.પી.વધઘટ થવાના કારણે મૃત્યુ નિપજતા મૃતકના પત્ની ભાવના મહેશભાઇ ભોઇ દ્વારા પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાં ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ, નગરપાલિકા કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન ધવલ ભાસ્કરભાઇ રાવલ, નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટર હંસાબેનના પતિ કાંન્તી પરસોત્તમભાઇ ભોઇ તથા પુત્ર વિપુલ કાંતિભાઇ ભોઇ તથા જીતેન્દ્ર રાજુભાઇ ભોઇ તથા કલ્પેશ ઉર્ફે ચકો દલસુખભાઇ ભોઇ તમામ રહે પ્રાંતિજ વિરૂધ્ધ ફરીયાદ કરી છે. જેમાં ફરીયાદી ભાવનાબેનના સસરા દેવેન્દ્રભાઇ ભોઇના નામે ચાલતી જમીન ખોટી રીતે પચાવી પાડવા સારૂ નગરપાલિકાનો કોમ્યુનિટી હોલ મંજુર કરાવી ફરીયાદી ભાવનાબેનના સસરા તથા કુટુંબીજનોની મરજીના હોવા છતાં કોમ્યુનિટી હોલનું કામ ચાલુ કરાવી તેમના પતિ મહેશભાઇએ આ કામ બંધ કરાવવાનું કહેવા છતાં તેમજ તેમના સસરા દેવેન્દ્રભાઇએ આ બાબતે કોર્ટમાં દાવો દાખલ કરાવેલ હોવાછતાં આરોપીઓએ જમીન પચાવી પાડવાનો પ્રયત્ન ચાલું રાખી તેમના પતિને તથા મને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ જેલમાં પુરાવી દેવાની ધમકીઓ આપી વિજયભાઇ પટેલ તથા ધવલ રાવલની ચઢામણી કરી તેઓ મારફતે મારા પતિ મહેશભાઇ તથા અન્ય દશ વિરૂધ્ધ તોડફોડ તેમજ મારમારી તથા લુંટ ના ગુનાની ગંભીર ફરીયાદ ખોટી રીતે દાખલ કરાવી મારા પતિ ઉપર સતત માનસિક દબાણ ઉભું કરી શારીરીક નબળાઈ પેદા કરી તેઓનું બીપી વધઘટ થવાના કારણે મૃત્યુ નિપજાવી સુધીના ગંભીર સંજોગો ઉભા કરી પોલિસમાં જામીન આપવાં જવાની વાતથી ગંભીર માનસિક દબાણ થતાં તેમનાં પતિ મહેશભાઇનું બી.પી. ઘટી જતાં સારવાર લેવા જતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું આ અંગે પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાં મૃતક મહેશભાઇ પત્ની ભાવનાબેન મહેશભાઇ ભોઇએ પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાં છ વિરૂધ્ધ પોલિસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલિસે ફરીયાદના આધારે આઇપીસી કલમ – ૩૦૬, ૩૦૮, ૩૨૩, ૫૦૪, (૧) ૫૦૬ (૨) ૧૧૪ મુજબ ગુનો નાેંધી આગળની તપાસ પ્રાંતિજ પોલિસ સ્ટેશનના પીઆઇ કે.બી.પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.