(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
પાંડેસરાના ચકચારિત રેપ વીથ મર્ડર કેસમાં ઝડપાયેલા મુજબ આરોપી હર્ષસહાય ગુર્જરને રાજસ્થાનથી મહિલા અને બાળકી સોપનાર કુલદીપ ગુર્જર સહિત ગુનામાં મદદરૂપ થનાર અન્ય એક આરોપી સહિત બેની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માસુમ બાળકી અને તેની માતાની હત્યાની કબૂલાત કરનાર મુખ્ય આરોપી હર્ષસહાય ગુર્જરની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. મુખ્ય આરોપી ભાઈ હરીસિંહ ગુર્જરના મકાનમાં રહેતો હતો. પોલીસે હરિસિંહ ગુર્જરની પણ અટકાયત કરતા જાણવા મળ્યું કે, મહિલાને ગુર્જરનાએ રાજસ્થાનથી સોંપી હતી. આ વખતે કુલદીપ ગુર્જર દ્વારા હર્ષ સહાયનો ભાઈ હરીસિંહ પાસેથી ૩૫૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પોલીસે હત્યા, બળાત્કાર, પોકસોના ગુનામાં હ્યુમન ટ્રાફિકિંગની કલમ તેમજ ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટની કલમનો ઉમેરો કર્યો છે. હર્ષસહાય ગુર્જર અને તેનો મિત્ર હરીઓમ ગુર્જરએ મહિલા અને બાળકીની હત્યા કરી છે. સુરત પોલીસની ટીમ દ્વારા મહિલા બાળકીને સોપનાર કુલદીપ અને મહિલા બાળકીની હત્યામાં મદદરૂપ હરીસિંહની રાજસ્થાનથી અટકાયત કરી હોવાનું જાણવા મળે છે દરમિયાન આ હત્યામાં વપરાયેલી સફેદ વેગનઆર કાર આરોપી રામ સહાયનો ભાઈ હરીઓમ ગુર્જરની હોવાનું તપાસમાં ખૂલતા આજે ક્રાઈમ બ્રાંચ દ્વારા આજે સફેદ કલરની વેગનઆર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.