(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
દલિત ખ્રિસ્તી અને મુસ્લિમોના હક માટે દિલ્હીમાં શાંતિપર્ણ રેલી યોજનાર આર્કબીશપ અનિલ કોટો અને પાદરીઓ તેમજ સાધ્વીઓની ધરપકડ કરી હતી. નજરેજોનારા સાક્ષીઓના કહેવા મુજબ સંસદ ભવન નજીક પોલીસ મથકે પોલીસના એજન્ટોએ પાદરીઓ અને સાધ્વીઓને ફટકાર્યા હતા. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. સૂત્રોનું કહેવું છે કે, એજન્ટોએ તેમના પર વોટર કેનન છોડયા હતા. મુંબઈના આર્કબીશપના પ્રમુખ કાર્ડ ઓસવાલ્ડ ગ્રેસીઅસે કહ્યું કે અમારા બીશપ પાદરી અને સાધ્વીઓ પર અવિરેક થયો છે. તેઓ દેશના ગરીબ અને તરછોડાયેલા લોકોના હક માટે માગણી કરી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ હતી. આર્કબીશપ અને બીજા ધાર્મિક નેતાઓ જંતર-મંતરથી રેલી સ્વરૂપે સંસદ ભવન જઈ રહ્યા હતા ત્યારે તેમને પોલીસે અટકાવી વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ ખ્રિસ્તી સમાજના મંત્રી એલવાન મસીહ સહિત ડૉ.રોજર ગાયકવાડ અને દલિત ખ્રિસ્તી સમાજના પ્રમુખ મેરી જોન દિલ્હી લઘુમતી સમાજના સભ્ય એસી માઈકલ, જ્હોન ડાયલ સાંસદ અનવરઅલીની પોલીસે અટકાયત કરી હતી. કેથોલિક ચર્ચે અટકાયતને વખોડી કાઢી હતી. દલિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમો ૧૯પ૦થી સમાન અધિકાર માટે લડત ચલાવે છે.