(એજન્સી) શ્રીનગર, તા. ૨૩
જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારેરાતે અલગતવાદીઓ પર મોટી કાર્યવાહી વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યમાં આશરે ૧૦,૦૦૦ અર્ધલશ્કરી દળોને મોકલ્યા છે. આખી રાત ચાલેલી મોટી કાર્યવાહી અંતર્ગત ૧૩૦ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે જમાતે ઇસ્લામી કાશ્મીર અને હુર્રિયત કોન્ફરન્સના નેતાઓનો સમાવેશ થાય છે. આમાં જમાતે ઇસ્લામીના પ્રમુખ અબ્દુલ હમીદ ફયાઝ અને હુર્રિયત કોન્ફરન્સના નેતા યાસિન મલિકનો સમાવેશ થાય છે.
જમ્મૂ-કશ્મીરમાં અલગાવવાદને પ્રોત્સાહન આપનારા મોટા નેતાઓમાં શામેલ યાસીન મલિકની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી છે. યાસીન મલિક જમ્મૂ કશ્મીર લિબ્રેશન ફ્રંટનો વડો છે. સમાચાર મુજબ ઘાટીમાં પુલિસ અને અર્ધસૈનિક દળને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ગૃહમંત્રાલયે અર્ધ સૈનિક દળની ૧૦૦ કંપનીઓને જમ્મૂ કશ્મીર મોકલ્યા છે. જોકે હાલમાં કોઇ અન્ય નેતાની ધરપકડ કે અટકાયતનાં સમાચાર નથી. યાસીન મલિકની ધરપકડ એટલે ખાસ છે કારણ કે માત્ર બે દિવસ બાદ જ સોમવારે જમ્મૂ-કશ્મીરને વિશેષ દરજ્જો આપનારી સંવિધાનની કલમ ૩૫-છ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. યાસીન મલિક શ્રીનગરનાં માઇસુમામાં સ્થિત સુરક્ષાદળની ધરપકડ કરી છે. તે બાદ પુછપરછ માટે તેને કોઠીબાગ પોલિસ સ્ટેશન લઇ જવામાં આવ્યો છે. સંવિધાનની કલમ ૩૫-Aની સુનાવણી પહેલાં એહતિયાતન પ્રશાસન દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. કલમ ૩૫-A પ્રાવધાન જમ્મૂ કાશ્મીરની બહારનાં વ્યક્તિને આ રાજ્યમાં અચલ સંપત્તિ ખરીદવા પર પ્રતિબંધિત કરે છે. સંવિધાનની આ કલમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જમ્મૂ કાશ્મીર પ્રશાસને પુલવામા હુમલાનાં ૮ દિવસમાં આ પગલું ભર્યુ છે. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં CRPFનાં ૪૦ જવાન શહીદ થઇ ગયા હતાં. આ વચ્ચે જમ્મૂ-કશ્મીરમાં મોટી સંખ્યામાં અર્ધ સૈનિક દળને મોકલવાની ખબર સામે આવી છે. ગૃહમંત્રાલે અર્ધ સૈનિક દલની ૧૦૦ કપંનીઓને ઘાટીમાં મોકલી છે. જેમાં CRPFની ૩૫, BSFની ૩૫, ACBની ૧૦ અને ITBPની ૧૦ કંપનીઓ શામેલ છે.