(એજન્સી) તા.૧૮
કોવિડ-૧૯ના પગલે ઊભી થયેલી આર્થિક કટોકટીને પહોંચી વળવા અને અર્થતંત્રને પુનઃ ધમધમતુ કરવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂા.૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની ટીકા કરવાનું કોંગ્રેસે આજે પણ ચાલું રાખ્યું હતું. કોંગ્રેસે આર્થિક પેકેજના મુદ્દે સરકાર ઉપર પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ મૂક્યો હતો.
નાણાંમંત્રી નિર્મલા સીતારમન દ્વારા આ આર્થિક પેકેજના પાંચ હપ્તા જાહેર કરાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાંમંત્રી પી. ચિદંબરમે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારને આર્થિક પેકેજ બાબતે પુનઃ વિચારણા કરવા વિનંતી કરી હતી અને નવેસરથી એક સર્વગ્રાહી એવા આર્થિક પેકેજની જાહેરાત કરવાની માંગ કરી હતી.
ભૂતપૂર્વ નાણાંમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે કુલ જીડીપીના ૧૦ ટકા સમકક્ષ અને વાસ્તવિક અને વધારાના ખર્ચવાળુ રૂા.૧૦ લાખ કરોડનુ નવું સર્વગ્રાહી પેકેજ જાહેર કરવું જોઇએ. અંદજપત્રીય ખર્ચ ઉપરાંત અધિક ખર્ચ વાળા આર્થિક પેકેજ વિના દેશના અર્થતંત્રને કોઇ રાહત નહીં મળે એમ તેમણે કહ્યું. ચિદંબરમનું માનવું છે કે સરકારે જે કાંઇ પેકેજ જાહેર કર્યું છે તે પૈકીના મોટા ભાગના ખર્ચા તો ગત ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા કેન્દ્રિય બજેટમાં જ સમાવી લેવામાં આવ્યા હતા અને હવે સરકાર તેના આર્થિક પેકેજમાં તે ખર્ચાને પણ ઉમેરી દઇને રૂા.૨૦ લાખ કરોડની ગણતરી કરે છે.
અમારા મતાનુસાર લોકોની આર્થિક બેહાલી અને કથળી ગયેલા અર્થતંત્રની દુર્દશાને ધ્યાનમાં લેતાં કુલ ડીપીના ૦.૯૧ ટકા એટલે કે રૂા.૧,૮૬,૬૫૦ કરોડનું આર્થિક પેકેજ તદ્દન ઓછું અને અપૂરતું છે. મોટાભાગની બેંકો, વિશ્લેષકો અને રેટિંગ એજન્સીઓ સરકારના પેકેજને કુલ જીડીપીના ૦.૮ ટકાથી ૧.૫ ટકા જેટલું ગણાવ્યું છે એમ તેમણે કહ્યું હતું.
આર્થક પેકેજના જાહેર કરાયેલા પાંચ હપ્તાના દસ્તાવેજોમાં રહેલા વિષયવસ્તુનું અમે કાળજીપૂર્ક વિશ્લેષણ કર્યું છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ, નિષ્ણાતો, બેંકો અને રેટિંગ એજન્સીઓ દ્વારા કરાયેલા વિશ્લેષણનો પણ અમે કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે જે તદ્દન સ્પષ્ટ સૂચવે છે કે સરકારે રૂા.૧,૮૬,૬૫૦ કરોડનું જ પેકેજ જાહેર કર્યું છે, જે પૈકી રૂા.૬૦,૦૦૦ કરોડ અનાજ પેટે અને ફક્ત રૂા.૩૩૦૦૦ કરોડ રોકડ ટ્રાન્સફર પેટે તિજોરીમાંથી જશે. આ સિવાયની બાકીની તમામ જાહેરાતો અગાઉ કેન્દ્રિય બજેટમાં જ જાહેર થઇ ગયેલી છે એમ ચિદમ્બરમે કહ્યું હતું.
‘સરકારનું રાહત પેકેજ તદ્દન અપૂરતું, કેટલાક ક્ષેત્રો અને વર્ગોને તરછોડી દેવાયાં છે’ : ચિદમ્બરમ્
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમે્ સોમવારે “ઘેરૂં દુઃખ” અને અફસોસ વ્યક્ત કરી જણાવ્યું કે, સરકારના નાણાકીય રાહત પેકેજે વસ્તીના અડધા ભાગમાં રહેલા ૧૩ કરોડ પરિવારો, સ્થળાંતર કરનારા કામદારો અને ખેડૂતો સહિતના ઘણા વર્ગો અને વિભાગોને “તરછોડી અને શુષ્ક છોડ્યું છે”.
તેમણે જણાવ્યું હતું કે, અમે સંપૂર્ણ નિરાશા વ્યક્ત કરીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે, રાહત પેકેજ પર પુનર્વિચારણા કરવામાં આવે અને જીડીપીના ૧૦% જેટલા વાસ્તવિક વધારાના ખર્ચના ૧૦ લાખ કરોડથી ઓછા નહીંના સુધારેલા અને વ્યાપક નાણાકીય રાહત પેકેજની જાહેરાત કરે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, નાણાકીય રાહત પેકેજ ૧,૮૬,૬૫૦ કરોડ રૂપિયાનું છે, જે જીડીપીના માત્ર ૦.૯૧% જેટલી રકમ છે, “આર્થિક સંકટ અને ગંભીર પરિસ્થિતિને લીધે લોકો માટે સંપૂર્ણ અપૂરતો છે.
“મોટાભાગના વિશ્લેષકો, રેટિંગ એજન્સીઓ અને બેંકોએ નાણાકીય પેકેજનું કદ ૦.૮થી ૧.૫%ની વચ્ચે રાખ્યું છે,” તેમણે કહ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૨ મેના રોજ ૨૦ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારામણે ઘણા દિવસોમાં પાંચ ભાગમાં તે પેકેજની વિગતો આપી હતી.
ચિદમ્બરમે્ કહ્યું હતું કે, તેમણે અને કોંગ્રેસે પાંચ ભાગોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યું છે અને અર્થશાસ્ત્રીઓ, નિષ્ણાતો, એજન્સીઓ અને બેન્કો દ્વારા આપવામાં આવેલા વિશ્લેષણ પર ધ્યાન આપ્યું છે.
“અમે ખૂબ જ અફસોસ સાથે નોંધ્યું છે કે, નાણાકીય રાહત પેકેજ વસ્તીના અડધા ભાગને (૧૩ કરોડ પરિવારો), સ્થળાંતર કામદારો, ખેડૂતો, જમીન વિહોણા કૃષિ મજૂરો, દૈનિક વેતન મેળવનાર બિન-કૃષિ મજૂર કામદારો કે જેઓને છૂટા કરવામાં આવ્યા છે, બિનસંગઠિત અથવા બિન રજિસ્ટર્ડ ધંધામાં કામ કરતા કામદારો અને નોકરીઓ ગુમાવનારાઓ, નાના એકમો, નોકરિયાત ન હોય તેવા સ્વ-રોજગારો, સાત કરોડ દુકાનદારો, નીચલા મધ્યમ વર્ગના પરિવારો કે જેઓ આ પેકેજમાંથી બહાર નીકળી ગયા છે અને એમને ઉધાર લેવાની ફરજ પડશે. સરકારે ૮.૮ કરોડ એમએસએમઇ સહિત ઘણા વર્ગો અને વિભાગોને તરછોડ્યું છે એમને સુકા છોડ્યાં છે.”
ચિદમ્બરમે્ કહ્યું કે, નાણામંત્રીએ સ્વીકાર્યું હતું કે, વધારાના ઉધાર દ્વારા વધારાના ખર્ચ માટે નાણાં આપવા આવશ્યક છે. તેમણે ઉમેર્યું, “મને સ્પષ્ટપણે જણાવવા દો કે બજેટ ખર્ચ કરતા વધારે ખર્ચ કર્યા વિના અર્થવ્યવસ્થામાં કોઈ નાણાકીય રાહત હોઈ શકે નહીં.
અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે વધુ ઉધાર લઇ વધુ ખર્ચ કરો : ચિદમ્બરમે કેન્દ્ર ને કહ્યું
(એજન્સી) નવી દિલ્હી તા.૧૮
પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમે રવિવારે કહ્યું હતું કે ૩૦,૪૨,૨૩૦ કરોડ રૂપિયાના બજેટ ખર્ચથી વધુ ઉધાર લઇ અને વધારાનો ખર્ચ કરવાથી નાણાકીય રાહત પેકેજનું સાચું પગલું હશે. આ સપ્તાહ દરમિયાન કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા રાહત પેકેજ બાબત પોતાની પ્રતિક્રિયા આપતા એમણે જણાવ્યું હતું.
અમે તમારા પીએમજીકેવાય અને ૫ ભાગો માં જાહેર કરાયેલ આર્થિક પેકેજમાં શામેલ વધારાના ખર્ચની રકમ પર સહમત નથી. જ્યારે તમે વધારાની ઉધાર લેશો ત્યારે અમે તેનો જવાબ જાણીશું. ચિદમ્બરમે પોતાના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર ટ્વીટની શ્રેણીમાં જણાવ્યું હતું.
ભૂતપૂર્વ નાણાં પ્રધાન કોવિડ -૧૯ રોગચાળાને ફેલાવતા અટકાવવા માટે સરકાર દ્વારા જારી કરાયેલ ૫૫ દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન પછી ભારતીય અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટેના કેન્દ્ર દ્વારા ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજ બાબત વાત કરી રહ્યા હતા.
એક ટવીટમાં તેમણે વધારાના ખર્ચને વધારાના ઉધાર દ્વારા જ પૂરી કરી શકાય છે તે સ્વીકારવા બદલ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો. ચિદમ્બરમે કહ્યું હતું કે, વધારાના ઉધાર અને વધારાના ખર્ચ (રૂા.૩૦,૪૨,૨૩૦ કરોડના બજેટ ખર્ચથી ઉપર) નાણાકીય રાહત પેકેજ સાચું પગલું હશે.
Recent Comments