(એજન્સી) નવી દિલ્હી, તા.૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વભરમાંથી ભારતના આર્થિક વિકાસમાં સહાયક તરીકે વર્તવા અને તેના વિકાસમાં ભાગીદાર થવા મૂળ ભારતના કાયદાના ઘડવૈયાને આહ્‌વાન કરેલ છે. દિલ્હીમાં પીઆઈઓની પ્રથમ પ્રધાન મંડળ બેઠકને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું અડધા કરતાં વધારે રોકાણો દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં આવેલ છે. પીએમ મોદીએ કહ્યું ગયા વર્ષે દેશમાં એફડીઆઈના ૧૬ બિલિયન યુએસડીનું નોંધનીય રોકાણ આવેલ છે. વડાપ્રધાને કહ્યું આ તેમની સરકારની દુરગામી નીતિના કારણે જે આહ્‌વાન સુધારા અને પરિવર્તન સાથે થયેલ છે જે તેના માર્ગદર્શક સિદ્ધાંતથી છે. ભારત બદલાઈ રહ્યું છે. ભારત પરિવર્તિત થઈ રહ્યું છે. ભારત ઘણું આગળ વધેલ છે અને ભારતની આશા ઉંચાઈ પર છે અને તમે દરેક ક્ષેત્રમાં પરિવર્તનના પરિણામ જોશો. ૧૬ બિલિયન એફડીઆઈ યુએસડીનો અહેવાલ ગત વર્ષે દેશમાં આવ્યો છે તેમણે કહ્યું. પીએમ મોદીએ પીઆઈઓના કાયદાના ઘડવૈયાને કહ્યું કે ભારતની સંસ્કૃતિ અને સંસ્કારની મહત્ત્વના વિશ્વને માર્ગ દર્શાવી શકે છે. આ મહાત્મા ગાંધીનો તર્ક છે, આ ભારતીય તર્ક છે તેમણે કહ્યું. વડાપ્રધાને કહ્યું કે ભારતના સંબંધો રાષ્ટ્રો સાથે લેવા અને દેવા પર નથી પણ માનવતા પર છે. અમને કોઈનો પ્રદેશ લઈ લેવામાં અથવા કોઈના સાધનોનો લાભ લેવામાં કોઈ રસ નથી. તેમણે કહ્યુું નોંધકર્તા કે ભારતે હંમેશા રચનાત્મક ભૂમિકા અદા કરેલ છે અને મૂળ ભારતના લોકો દુનિયાભરમાં દેશની વધતી તાકતનું ગૌરવ લઈ શકે છે.