(એજન્સી) તા.ર૯
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગને સોમવારે કહ્યું કે, અઝરબૈજાનમાં કબજા કરેલા ક્ષેત્રમાંથી આર્મેનિયાએ તરત જ પાછળ ખસી જવું જોઈએ અને આઝેરી અને આર્મેનિયન સૈન્ય વચ્ચેના ઘર્ષણ પછી આ તૂટી ગયેલા પ્રદેશ પરના સંકટને સમાપ્ત કરવાનો, અંત લાવવાનો સમય આવી ગયો હતો. વંશીય આર્મેનિયનો દ્વારા સંચાલિત અઝરબૈજાનના અંદર આવેલા નાગોર્નો-કારાબાખ ક્ષેત્રમાં ઉગ્ર લડાઈના બીજા દિવસે સોમવારે ઓછામાં ઓછા ર૧ લોકો માર્યા ગયા હતા. અંકારાએ આ સંઘર્ષમાં અઝરબૈજાનને સમર્થન આપવાનું વચન આપ્યું છે. એર્દોગને ઈસ્તંબુલમાં એક સમારોહમાં કહ્યું, આ પ્રદેશમાં સંકટનો અંત લાવવાનો સમય આવી ગયું છે. જેની શરૂઆત નાગોર્નો-કારાબાખના કબજા સાથે થઈ હતી. આ ક્ષેત્ર ફરીથી શાંતિ જોઈ શકશે જ્યારે આર્મેનિયા તેની દ્વારા કબજે કરાયેલા આઝેરી ભૂમિ ક્ષેત્રમાં થી તરત જ પાછો ખસી જશે. તેમણે કહ્યું, મિંસ્ક જૂથ જે રશિયા, યુએસ અને ફ્રાન્સ દ્વારા સંચાલિત છે, તે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના મુદ્દાનો ઉકેલ લાવવા છેલ્લા ૩૦ વર્ષથી નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. અઝરબૈજાનને ગમે કે ન ગમે તેને બાબતને હાથમાં લેવી જ પડી. તુર્ની તેની બધી સાધન-સંપત્તિ સહિત અઝરબૈજાનના પડખે ઊભા રહેવાનું ચાલુ રાખશે. લડાઈમાં એર પાવર અને ભારે બખ્તરનો ઉપયોગ થાય છે. અગાઉ પણ તુર્કીના સંરક્ષણ પ્રધાન હુલુસી આકરે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં સ્થિરતા મેળવવા માટે આર્મેનિયાએ વિદેશી ભાડુતીઓ અને આતંકવાદીઓને પાછા મોકલવા પડશે. નાગોર્નો-કારાબાખ ક્ષેત્રની વસ્તીનો બહુમતિ હિસ્સો ધરાવતા વંશીય આર્મેનિયનો આઝેરી શાસનને નકારે છે. ૧૯૯૪ના યુદ્ધવિરામ છતાં યેરેવાન (આર્મેનિયા) અને બાકુ (અઝરબૈજાન) આ વિસ્તારમાં વારંવાર એક-બીજા પર હુમલા કરવાનો આક્ષેપ કરે છે.