(એજન્સી) અંકારા, તા. ૬
આર્મેનિયાએ અઝરબજાનીના કબજે કરાયેલ વિસ્તારો ખાલી કરી દેવા જોઈએ અને ત્રાસવાદીઓ સંગઠનોને સહયોગ આપવાનું બંધ કરવું જોઈએ. તુર્કીના રક્ષામંત્રીએ કહ્યું હતું. એમણે કહ્યું કે આર્મેનિયાએ કારાબાખ વિસ્તારમાંથી ખસી જવું જ જોઈએ. રક્ષા મંત્રી હુલુસી અકારએ લશ્કરી અધિકારીઓ સાથે યોજાયેલ વર્ચુઅલ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આર્મેનિયા નાગરિકો ઉપર હુમલાઓ કરી યુદ્ધ ગુનાઓ આચરી રહ્યું છે. જે બધા જાણે છે. આર્મેનિયાના સત્તાવાળાઓએ પોતાના અંતરાત્માથી નિર્ણય કરવો જોઈએ કે શું નાગરિકો ઉપર હુમલાઓ કરવા વ્યાજબી છે જે એમના જ નાગરિકો છે. બંને દેશો વચ્ચે ૨૭મી સપ્ટેમ્બરથી યુદ્ધ શરૂ થયું છે. જ્યારે આર્મેનિયાના સૈન્યે અઝરબેજાની નાગરિક વસાહતો ઉપર હુમલાઓ કર્યા હતા. એમણે ઉત્તર કારાબાખમાં સૈન્ય પણ ગોઠવ્યું છે જે નાગોરનો કારાબાખથી પણ ઓળખાય છે. બંને દેશોનું ગઠન ૧૯૯૧માં રશિયાના ભાગલા વખતે થયું હતું તે સમયથી બંને વચ્ચે સંબંધો વણસેલા છે . જ્યારે આર્મેનિયન સેનાએ ઉત્તર કારાબાખ ઉપર કબજો કર્યો હતો. જે વિસ્તાર આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબેજાનીનું વિસ્તાર જાહેર કરાયેલ છે. યુએન દ્વારા ઘણી વખત ઠરાવો પસાર કરી આર્મેનિયાને આ વિસ્તાર ખાલી કરવા જણાવાયું છે પણ તેઓ ખાલી કરતા નથી. ૧૯૯૪માં યુદ્ધ વિરામ પણ જાહેર કરાયો હતો. વૈશ્વિક મહાસત્તાઓ રશિયા, અમેરિકા, ફ્રાંસે અબ્નનેને યુદ્ધ વિરામ કરવા કહ્યું છે. દરમિયાનમાં તુર્કી અઝરબેજાનીને સમર્થન કરી રહ્યું છે.