આ કાવતરૂં ગંભીર રીતે ખોટું થઈ શકે છે કારણ કે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેનું યુદ્ધ વધતું જાય છે અને સંઘર્ષ ‘કયામત’ની દિશા તરફ આગળ વધી રહ્યો છે. આ યુદ્ધે વિશ્વ શક્તિઓ તેમજ પડોશીઓ વચ્ચે દોડાદોડી કરી દીધી છે. ઈરાન આ દાવાનળના નિર્ણાયક મધ્યમાં છે અને તેને ચોક્કસપણે ‘આગળ આવવાની’ જરૂર છે અને પરિસ્થિતિને વિકટ અને નિયંત્રણમાંથી બહાર આવવા દેવી જોઈએ નહીં. ઈરાનની ભૂમિકા હજી સુધી એક ખ્રિસ્તી આર્મેનિયા અને મુસ્લિમ અઝરબૈઈજાન વચ્ચે ‘તટસ્થ’ છે, રશિયા તેને શસ્ત્રો વેચે છે તે રીતે આર્મેનિયાને સમર્થન આપે છે, પરંતુ પછી રશિયા ઇરાન, તુર્કીની જેમ અઝરબૈઈજાનને પણ શસ્ત્રો વેચે છે, અને તુર્કી અઝરબૈજાનનું સમર્થન કરે છે. ઈરાનનું વલણ મધ્યસ્થી તરીકે બેસવાનો છે પરંતુ ઈરાનમાં સ્થિતિ કાબૂમાંથી બહાર નીકળી રહી છે, કારણ કે ઇરાનમાં ખૂબ મોટી સંખ્યામાં વંશીય તુર્કી અઝરબૈઈજાનીઓની વસ્તી છે, જે ઓછામાં ઓછી લગભગ ૨૦ મિલિયન છે અને તેઓ ઈરાન સામે વિરોધની સ્થિતિમાં ઊભા છે કે ઇરાન નાગોર્નો-કારાબાગ સંઘર્ષના યુદ્ધમાં અઝરબેજાન માટે ટેકો જાહેર કરે. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ યુદ્ધ શરૂ થયું ત્યારથી ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. આર્મેનિયા અને અઝરબૈજાન બંને એક સમયે સોવિયત સંઘના શાસન હેઠળ હતા જે ૧૯૯૧માં તૂટી પડ્યું હતું અને ૧૯૯૪માં પણ બંને યુદ્ધમાં આવી ગયા હતા.
ઇરાન કે જે પહેલાથી જ અરબ-રાજ્યો દ્વારા પ્રાયોજિત ઇરાક (૧૯૮૦-૮૯) સાથેના યુદ્ધમાં ઘેરાયેલું હતું અને છેલ્લાં સાત-દાયકાથી યુ.એસ.ના આક્રમણનો સામનો કરી રહ્યો હતો, તેની સમસ્યાઓમાં, એટલે કે તેનો પેલેસ્ટીનને ખુલ્લી ટેકો, સીરિયામાં રશિયાના સમર્થન સાથે અસદ શાસનની તરફદારી (પૃષ્ઠભૂમિમાં તેની ખૂબ જ હચમચી રહેલી અર્થવ્યવસ્થા સાથે) અને રેડિયો ફ્રી યુરોપ રેડિયો લિબર્ટી દ્વારા અહેવાલ છે કે હાલમાં જ અઝરબૈજાનીઓ દ્વારા પાટનગર તેહરાન અને તેના ઉત્તરપશ્ચિમ શહેર તબરેઝ સહિતના અનેક શહેરોમાં ‘કારાબાગ અમારું છે. તે અમારૂં જ રહેશે’ છે તેવા વિરોધ પ્રદર્શનની લહેર જોવા મળી છે. ૧ ઓક્ટોબરના રોજ, મોટી વંશીય અઝેરી વસ્તી ધરાવતા દેશના ચાર પ્રાંતમાં ઇરાની સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનાઇના ચાર પ્રતિનિધિઓએ અઝરબેજાનના સમર્થનમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. પશ્ચિમ અને પૂર્વ અઝરબૈજાન, અર્દેબિલ અને ઝનઝાનના પ્રાંતોમાં ખમાનીના પ્રતિનિધિઓએ નિવેદન આપ્યું હતું કે, “તેમાં કોઈ શંકા નથી કે છૂટો પડેલો વિસ્તાર અઝરબૈજાનનો છે.” ઈરાન જે અઝરબેજાન અને આર્મેનિયા બંને સાથે સરહદ ધરાવે છે, તેણે તાત્કાલિક હુમલાઓ બંધ કરવાની હાકલ કરી છે. તેહરાને આ વિવાદમાં મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. ઈરાનના રાષ્ટ્રપતિ રુહાનીએ આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિનિયનને હાકલ કરી હતી કે તેમના દેશે સંઘર્ષને સમાપ્ત કરવા માટે કામ કરવું પડશે. ઈરાનના વિદેશ પ્રધાન જાવેદ ઝરીફે પહેલેથી જ ઇચ્છા દર્શાવી છે કે ‘આપણા વિસ્તારને હવે શાંતિની જરૂર છે.’
સમય આવી ગયો છે કે શાણપણ પ્રવર્તે અને ઇરાન હસ્તક્ષેપ કરવા પહેલ કરે છે કારણ કે આના સીધા પરિણામની અસર ઇરાનની રાજનીતિ પર થશે. ઇરાને અઝરબૈજાનીઓને દઢ રીતે જણાવાની જરૂર છે કે ઈરાન અઝરબૈજાનને સમર્થન આપે છે અને તેમાં કોઈ શંકા નથી, કેમ કે બાહ્ય દળો અઝરબૈજાનીઓને ઇરાનની અંદર એક અલગ જમીન મેળવવાની માંગ ઊભી કરી શકે છે, ઇરાનની અંદર અઝરબેજાનના સમર્થનમાં લગભગ ૨૦ મિલિયન લોકોના ટેકાને ધ્યાનમાં રાખવો જોઈએ. ચીન સાથે ૨૫ વર્ષના ૪૦૦ અબજ ડોલરના વેપાર અને લશ્કરી કરાર હોવા છતાં ઈરાનનું અર્થતંત્ર ડામાડોળ છે, તે ઇરાન છે જેણે પરિસ્થિતિની ખૂબ કાળજીથી સંભાળ લેવાની જરૂર છે. આ કરારો ફળ આપશે પરંતુ તે સમય લેશે, અને યુ.એસ. ચીનના વિરોધમાં છે, તેથી, યુ.એસ. નવેમ્બરની ચૂંટણી પૂરી થયા પછી, ચીન અને ઈરાન અને અન્ય ચીની ભાગીદારો પર ટૂંક સમયમાં પ્રતિબંધ આવી જશે, તેથી ઈરાન માટે તે મુશ્કેલીભર્યું હશે ! સમસ્યા એ છે કે ઇરાન પોતાને તુર્કીના અઝરબૈજાનને પૂરા સમર્થન અને આર્મેનિયાને રશિયન સમર્થન વચ્ચે ફસાયેલો સમજે છે, અને તે પણ, છેલ્લા આઠ વર્ષોમાં સીરિયન શાસનને તેના અનિયંત્રિત સમર્થન માટે ઇરાન પોતાને રશિયન વજન હેઠળ દબાયેલો જુએ છે, ઓક્ટોબરના અલ મોનિટરના અહેવાલ મુજબ, રશિયાએ આ મહિનાના અંતમાં યુએનનો પ્રતિબંધ સમાપ્ત થયા પછી ઇરાનને એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ વેચવા માટે ‘સકારાત્મક સંકેત’ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે ઇઝરાયેલ અને યુ.એસ.ની નાપસંદગી છતાં રશિયાએ તુર્કીને પહેલેથી જ એસ-૪૦૦ની સપ્લાય કરી છે અને ભૂમધ્ય સમુદ્રમાં ગ્રીસ સાથે સંઘર્ષ ધરાવતા તુર્કીને ટેકો પણ આપ્યો છે, જ્યારે ફ્રાન્સ, યુએઈ અને અન્ય યુરોપિયન દેશોએ ગ્રીસને ટેકો આપ્યો છે. પરંતુ, આર્મેનિયામાં રશિયા અને તુર્કી ટકરાવાના માર્ગ પર છે ! રશિયા પાસે આર્મેનિયામાં તેનું ૧૦૨મું સૈન્ય મથક છે.
– હૈદર અબ્બાસ
(સૌ. : મુસ્લિમમિરર)