(એજન્સી) તા.ર૪
રાજ્ય સચિવ માઈક પોમ્પિયોએ શુક્રવારે આર્મેનિયા અને અઝરબૈજાનના તેમના સમકક્ષો સાથે રાજ્ય વિભાગમાં વિભિન્ન ચર્ચાઓ કરી હતી તેમ છતાં નાગોર્ના કારાબખ ઉપર ચાલી રહેલી લડાઈને અટકાવવા માટે કરાર કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. એનાદોલુ એજન્સીના અહેવાલ. રાજ્ય વિભાગે આર્મેનિયાના વિદેશમંત્રી જેયહુન બાયરામોવ સાથે મુલાકાત કર્યા પછી ટૂંક સમયમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન યુએસના ટોચના રાજદ્વારીએ હિંસા સમાપ્ત કરવા અને નાગરિકોની સુરક્ષા કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. પણ કોઈ કરારની જાહેરાત કરી ન હતી. સચિવશ્રીએ ઓએસસીઈ મિંસ્ક ગ્રુપના સહ અધ્યક્ષોની આગેવાની હેઠળ પક્ષોના મહત્ત્વપૂર્ણ વાટાઘાટોમાં પ્રવેશ કરવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો. જેથી હેલસિંકી અંતિમ અધિનિયમ સિદ્ધાંતોના આધારે બળનો ધમકીભર્યો બિનઉપયોગ, પ્રાદેશિક અખંડિતતા અને સમાન અધિકારો અને લોકોની સ્વમક્કમતા દ્વારા સંઘર્ષનું સમાધાન લાવી શકાય એમ પ્રવક્તા મોર્ગન ઓટોગસે એક નિવેદનમાં કહ્યું હતું. પોમ્પિયોએ પછી કહ્યું કે તેમની બેઠકો દરમ્યાન તેમણે નાર્ગોનો કારાબખ સંઘર્ષમાં હિંસા અટકાવવા માટે ગંભીર પગલાં લેવા અંગે ચર્ચા કરી હતી. તેમણે ટિ્‌વટર પર જણાવ્યું કે બંને પક્ષોએ યુદ્ધવિરામનો અમલ કરવો જોઈએ અને મહત્ત્વપૂર્ણ વાટાઘાટો પર પાછા ફરવું જોઈએ. નોર્ગોનો કારાબખ જેને ઉપરનું કારાબખ પણ કહેવાય છે, તેના માટે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ર૭ સપ્ટેમ્બરથી લડાઈ શરૂ થઈ હતી. આ સંઘર્ષ દરમ્યાન સેંકડો લોકો માર્યા ગયા હતા. ૧૯૯૧થી આ બંને સોવિયત પ્રજાસત્તાક વચ્ચે તંગદીલીભર્યા સંબંધો છે કારણ કે અઝરબૈજાનના આં.રા. સ્તરે માન્યતા પ્રાપ્ત આ ક્ષેત્ર પર આર્મેનિયન સૈન્યએ કબજો કર્યો હતો. ચાર યુએન સુરક્ષા પરિષદ અને બે સામાન્ય વિધાનસભા ઠરાવોએ કબજે કરનારા દળોને પાછા ખેંચી લેવાની માંગ કરી હતી. રશિયા, ફ્રાન્સ અને યુએસ સહિતની વિશ્વ સત્તાઓએ નવા અને કાયમી યુદ્ધવિરામનો આગ્રહ કર્યો છે. જેમાં તુર્કીએ આર્મેનિયાના કબજે કરનારા દળોને પાછા ખેંચવા માંગ કરી હતી.