(સંવાદદાતા દ્વારા)
મોસાલી, તા.૧૮
માંગરોળ તાલુકાનાં ચાર રસ્તા નજીક આવેલા ભભોર વિસ્તારમાંથી, બે દિવસ અગાઉ, સુરતની આર.આર.સેલ ટીમે રેડ કરી રૂપિયા ૪૧ લાખની કિંમતનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
આર. આર.સેલે જે સ્થળે રેડ કરી હતી ત્યાંથી દારૂનો જથ્થો અન્ય સ્થળે સપ્લાય કરાતો હતો, આ સ્થળેથી ખૂબ મોટી માત્રામાં વિદેશીદારૂનો જથ્થો મળી આવતાં, સુરતનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ, આ પ્રશ્ને કોસંબા પોલીસ મથકનાં પી.આઇ.એસ.કે. સિસોડિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે, આમ આ પ્રકરણમાં કોસંબાના પીઆઇ સિસોદિયાનો ભોગ લેવાયો, ઝડપાયેલા દારૂ પ્રકરણમાં સસ્પેન્ડ કરાતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે કોસંબા પોલીસ સ્ટેશનનો ચાર્જ હાલમાં માંગરોળના પી.એસ.આઇ પરેશ એચ.નાઈને આપવામાં આવ્યો છે.