ભાવનગર, તા.૩૦
રાજ્યમાં જાગૃતોને અવકાશી ઉલ્કા વર્ષાનો અદ્‌ભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ અપીલ કરી છે. રાજ્યભરમાં ખગોળિય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે. ગુજરાતમાં તા.૪ના રોજ આકાશમાં ઉલ્કા વર્ષા રાત્રિના ૨ઃ૨૧થી ૧૨૦ મીટરની ઝડપથી ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે.
જાથાના રાજ્ય ચેરમેન જયંત પંડ્યા જણાવે છે કે, જાન્યુઆરી ૧થી ૪ (ચાર દિવસ) સુધી આકાશમાં ક્વોડરેન્ટિસ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. તા.૩ અને ૪ના રોજ આકાશમાં રીતસર ઉલ્કા વર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧૫થી ૧૦૦ અને વધુમાં વધુ એકસો ઉલ્કા વર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે.
ક્વોડરેન્ટિસ ઉલ્કા વર્ષા નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમ્યાન ૧૦થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે.