મુંબઇ,તા.૨૫
ભારતના ઓફ સ્પિનર હરભજન સિંહે સોમવારે કહ્યું હતું કે, ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટેની સિલેક્શન કમિટી બદલાઈ તે જરૂરી છે અને આ માટે હું બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને રિકવેસ્ટ કરું છું. સંજુ સેમસનને વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝમાંથી ડ્રોપ કરવામાં આવતા હરભજને આ નિવેદન આપ્યું હતું.હરભજને શશી થરૂરની સેમસનને સપોર્ટ આપતી ટ્‌વીટ પર જવાબ આપતા કહ્યું હતું કે, “મને લાગે છે કે તેઓ તેના હ્ર્‌દયની પરીક્ષા લઈ રહ્યા છે. સિલેક્શન કમિટી બદલાવવી જોઈએ. આપણને વધુ મજબૂત લોકોની જરૂર છે. મને આશા છે કે દાદા સૌરવ ગાંગુલી આના પર ધ્યાન આપીને પગલાં લેશે.” થરૂરે પોતાની ટ્‌વીટમાં કહ્યું હતું કે, સેમસનને ટીમની બહાર જોઈને નિરાશા થઇ છે. તેને ગઈ સીરીઝમાં તક મળી ન હતી, બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણેય ટી-૨૦માં તે ટીમ માટે ડ્રિંક્સ બોયની ફરજ નિભાવી અને હવે તેની વગર કારણે બાદબાકી થઇ. તેની બેટિંગની પરીક્ષા લઇ રહ્યા છે કે હૃદયની ?