રવિવારે રાત્રે પોતાના ઘરની લાઇટો બંધ કરીને નવ મિનિટ સુધી દીવા કે મીણબત્તી પ્રગટાવવાની વડાપ્રધાનની અપીલના બીજા દિવસે કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધીએ શનિવારે જણાવ્યું કે, પાવર ગ્રિડની ચિંતાઓનું ધ્યાન રખાશે જેથી પાવર સપ્લાયમાં કોઇ અડચણ ના આવે. પોતાના ટિ્‌વટમાં પ્રિયંકાએ જણાવ્યું કે, જ્યારે કોરોના સામેના યુદ્ધમાં દેશ એકતા દેખાડી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પાવર ગ્રિડ્‌સ અને એન્જિનિયરોનું પણ ધ્યાન રાખે. જેથી કટોકટી અને જરૂરિયાતના સમયમાં પાવર સપ્લાયમાં અડચણ ના આવે. તેમણે એવો રિપોર્ટ પણ શેર કર્યો હતો જેમાં જણાવાયું હતું કે, સંપૂર્ણ બ્લેકઆઉટને કારણે એક સાથે લાઇડ બંધ થવાથી પાવર ગ્રિડ ફેલ થઇ શકે છે અને સમગ્ર દેશમાં પાવર સપ્લાય ખોરવાઇ શકે છે.