નવી દિલ્હી,તા.૧૯
ભારતના પૂર્વ ઓપનર સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોટ્‌ર્સ સાથે વાત કરતાં મયંક અગ્રવાલના વખાણ કર્યા છે. ગાવસ્કરે કહ્યું કે, મયંક અત્યારે પોતાની ગેમને એન્જોય કરી રહ્યો છે. આ તેનું ક્રિકેટમાં પ્રથમ વર્ષ છે અને હું આશા રાખું છું કે તે ક્રિકેટમાં બીજા વર્ષે પણ આ રીતે રમવાનું ચાલુ રાખશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બધી ટીમો હવે તેની ગેમ રીડ કરીને એક પ્લાન લઈને આવશે, ત્યારે તે પણ એકદમ આગળ રહીને દરેક પડકાર માટે તૈયાર રહે તે જરૂરી છે. હું અત્યારે તેના પ્રદર્શનથી એક ઓપનર તરીકે ઘણો ખુશ છું.અગ્રવાલે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ૨૪૩ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાના કરિયરની આઠમી ટેસ્ટમાં બીજી બેવડી સદી ફટકારી હતી. આનાથી તેને બેટ્‌સમેન રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. તે પોતાના કરિયરના શ્રેષ્ઠ ૧૧માં ક્રમે આવી ગયો છે. ગાવસ્કરે કહ્યું કે, મયંક સારા બેલેન્સ સાથે બેટિંગ કરે છે. તે સીધું રમે છે અને ઑફસાઈડમાં શોટ્‌સ રમતી વખતે સારી પોઝિશનમાં હોય છે. તેમજ બેકફૂટ અને ફ્રંટફુટની મૂવમેન્ટ પણ શાનદાર છે જે તેનો આત્મવિશ્વાસ દર્શાવે છે.