જેના પર ફાયરિંગ કરાયું હતું તે મહિલાની ફાઈલ તસવીર તથા ઈન્સેટ તસવીરમાં બુલેટ નજરે પડે છે.

વડોદરા, તા.૮
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી સોડા ફેક્ટરી પાછળ આશિયાના બિલ્ડિંગમાં આજે બપોરે એક વાગ્ચાનીં આસપાસ ૨ હુમલાખોરોએ શેખ પરિવાર પર ઘડાઘડ ફાયરિંગ થતાં દોડધામ મચી ગઇ છે. આ ફાયરિંગમાં મકાન માલિક નઇમ શેખનીં પત્ની અમીના શેખ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. જેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છેપ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ષ્ઠષ્ઠંદૃ ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના ચાફુતપુરા વિસ્તારમાં આવેલી સોડા ફેક્ટરી પાછળ આશિચાના બિલ્ડિંગમાં રહેતા મહોમ્મદ નઇમ અબ્દુલ રહેમાન શેખ પરિવાર સાથે રહે છે. તેમની આ મિલકત માટે કૌટુંબિક ઝઘડા ચાલતા હતા. આજે બપોરે ૧ વાગ્યાની આસપાસ એક્ટિવા ઉપર ૨ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને ઘરમાં ઘૂસી જઇને આડેઘડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ફાયરિંગ નઇમની પત્ની અમીના શેખને ઇજા થતાં તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નઇમ શેખે જણાવ્યું હતું ક્રે, મારા ભાઇ મોઇને તેના માણસો દ્વારા ફાયરિંગ કરાવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર આર.બી. બહ્મભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. પોલીસ દ્વારા પરિવારજનૉની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘરની બહાર જાહેર ચેતવણી લખીને નોટિસ ચોંટાડી છે ઘરની બહાર જાહેર ચેતવણી લખીને નોટિસ ઉલ્લેખનિય છે ક્રે, નઇમ શેખે તેના ઘર પર જાહેર ચેતવણી લખીને નોટિસ ચોટાડેલી છે. જેમાં લખ્યું છે ક્રે, આ મકાનના માલિક તથા કબજેદાર ભોગવટો કરનાર મોહમ્મદ નઇમ અબ્દુલ રહેમાન શેખ છે. તે આ મિલકત મકાનમાં કોઇપણ બીજી વ્યક્તિએ ગેરકાયદેસર પ્રવેશ કરવો કે કરાવવો નહીં, તેમ થશે તો કાયદેસરના ફોજદારી પગલા લેવામાં આવશે. તેની નોંધ લેવી. આ બનાવને પગલે યાકુતપુરા વિસ્તારમાં લોકોના ટોળેટોળે ઉમટી પડ્યા છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે રસતો બંધ કરી દેવામાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ હુમલાખોરો પકડવા માટે કામે લાગી ગઇ છે અને ઘરના ષ્ઠષ્ઠંદૃ ની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે.