(એજન્સી) આસનસોલ,તા.૬
પશ્ચિમ બંગાળના આસનસોલની નૂરાની મસ્જિદના ઇમામ મૌલાના ઇમ્દાદુલ રશીદીએ પોતાના પુત્રની નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હોવાછતાં બધા લોકોને શાંત રહેવાની અપીલ કરી છે. પુત્ર ગુમાવનારા મૌલાના જો પોતાના મનની વ્યથા અને દુઃખ લોકોને કહે તો શહેરનું વાતાવરણ બગડી જવાનો તેમને ભય છે. આથી તેમણે પુત્ર ગુમાવ્યો હોવાછતાં રડવાને બદલે બધાને શાંત રહેવાની અપીલ કરી. મૌલાના આ પગલાની બધા પ્રશંસા કરી રહ્યા છે પરંતુ કોઇએ પણ તેમના નિવેદન તરફ ધ્યાન આપ્યું નથી. તેમણે કહ્યું કે જો હું રડ્યો હોત તો આખું શહેર બળી ખાક થઇ જાત. એવું લાગે છે કે કોઇએ પણ તેમનું દુઃખ અનુભવ્યું નથી અને કોઇએ પણ નોંધ કરી નથી કે એક શોકગ્રસ્ત પિતા શું કહી રહ્યો છે.
મૌલાનાએ કહ્યું કે હિંસક ટોળા દ્વારા મારા નાના પુત્રને ખેંચીને લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ કરવા મારો મોટો પુત્ર મદદ લેવા અને પોતાના ભાઇને હિંસક ટોળા પાસેથી પરત અપાવવા માટે પોલીસ પાસે ગયો તો પોલીસે મારા નાના પુત્રની ઓળખની ખરાઇ કર્યા પછી મારા મોટા પુત્રની સારી વર્તણૂંક કરવાને બદલે તેની સાથે ખરાબ વર્તન કર્યું અને તેને જેલમાં પુરી દીધો. અમારા એક સ્થાનિક કાઉન્સિલરે એ રાત્રે ગમે તેમ કરીને તેને જેલમાંથી બહાર કાઢ્યો.
બીજા દિવસે સવારે ફોન આવ્યો કે એક યુવકનું શબ મળ્યું છે. ઓળખ કરવા માટે હોસ્પિટલે ગયા તો એ શબ મારા પુત્રનું હતું. તેને નિર્દયી રીતે માર મારવામાં આવ્યો હતો. તેના નખ કાઢી નાખવામાં આવ્યા હતા અને સળગાવી નાખવામાં આવ્યો હતો. પુત્રની આ હાલત જોઇને હું રડવા લાગ્યો પરંતુ મને યાદ આવ્યું કે મારા આ આંસુ લોકોના રોષનું પૂર બની શકે છે. મેં લોકોને બદલાની ભાવના છોડી દેવા અને શાંતિ જાળવવાની અપીલ કરી. મૌલાના કહે છે કે હું દરરોજ મસ્જિદ જઉં છું લોકો સાથે વાત કરૂં છું પરંતુ એક સેકન્ડ માટે પણ મારા પુત્રનો ચહેરો મારી આંખ સામેથી હટતો નથી.
હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું મૌલાનાના પરિવારે ચુપ રહેવું જોઇએ અને કોઇને કશું કહેવું જોઇએ નહીં. પોલીસનું વર્તન કેટલું શરમજનક અને ખરાબ હતું. માનવ અધિકારની સંસ્થાઓ અને સંગઠનો શા માટે મૌન છે.
પોલીસે હવે કેસ નોંધી લીધો છે પરંતુ જો કોર્ટમાં કેસ જોરદાર રીતે લડવામાં નહીં આવે તો વધુ કેટલા નિર્દોષ યુવાનો આ ત્રાસવાદીઓના શિકાર બનશે. તેથી મુસ્લિમ સંગઠનોની ફરજ છે કે
આસનસોલના ઇમામની બધા પ્રશંસા કરી રહ્યા છે પરંતુ તેમના સંપૂર્ણ નિવેદનનું કોઇએ પણ રિપોર્ટિંગ કર્યું નથી

Recent Comments