(એજન્સી) કોલકાતા તા. ૩૦
પશ્ચિમ બંગાળના આસનસોલની મસ્જિદના ઇમામ સાહેબએ શાંતિની અપીલ કરી છે. રામનવમીની ઉજવણી દરમિયાન ફાટી નીકળેલા કોમી રમખાણોમાં ઇમામ સાહેબના ૧૬ વર્ષીય જવાન પુત્રનું મોત નીપજ્યું હતું.
ત્યારબાદ દફનવિધિ દરમિયાન ભેગા થયેલ લોકો સમક્ષ તેઓએ શાંતિની અપીલ કરી હતી,
આસનસોલના રેઈપલ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં ઇમામ સાહેબનો પુત્ર લાપતા થઈ ગયો હતો.
ત્યારબાદ સીબતુંલ્લાહ રાશિદીનો શવ બુધવારે મળી આવ્યો હતો.
ઇમામ સાહેબ લોકો સમક્ષ પોતાની વાત મુકતા કહ્યું કે, હું શાંતિ ઈચ્છું છું, મારો પુત્ર તો મેં ગુમાવી ચુક્યો છું હું નહીં ચાહું કે કોઈ બીજો પરિવાર પોતાના પુત્રને ગુમાવે, હું નથી ઇચ્છતો કે કોઈ બીજાનું ઘર બળે, હું પહેલા જ કહી ચુક્યો છું કે, જો બદલાની વાત થઈ તો હું આસનસોલ છોડીને જતો રહીશ, જો મને પ્રેમ કરતા હોય તો એક પણ આંગળી નહીં ઉઠાવે, ઇમામ સાહેબની અપીલ સાંભળી લોકો ભાવુક થઈ ગયા હતા.