(એજન્સી) ગુવાહાટી, તા.૧૭
આસામ પોલીસ દ્વારા રવિવારે નોકરી માટે કરોડો રૂપિયાના રોકડ અંગેના કૌભાંડમાં ૧૯ જેટલા સરકારી અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યું છે, જેમાં ભાજપના લોકસભાના સાંસદ આર.પી.શર્માની દીકરીનો પણ સમાવેશ થાય છે. કેસની તપાસ કરી રહેલ ડિબ્રૂગઢ પોલીસે આ અધિકારીઓને ફોરેન્સિક તપાસ માટે પોતાના લખાણના નમૂના આપવા માટે ૧૮ જુલાઈએ અહિંયા વિશેષ શાખાના મુખ્યાલયમાં હાજર થવા જણાવ્યું છે. પલ્લવી શર્મા આ ૧૯ અધિકારીઓમાં સામેલ છે. પલ્લવી ખુદ પણ એક પોલીસ અધિકારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કૌભાંડમાં આરોપી અધિકારીઓ સામેલ હોવાના નક્કર પુરાવાઓ મળી ચૂક્યા છે. આરોપ છે કે, આસામ લોક સેવા આયોગના કેટલાક અધિકારીઓએ ઉચ્ચ સરકારી પદો પર નિમણૂક માટે મોટા પ્રમાણમાં લાંચ લીધી હતી. આવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું હતું. કૌભાંડમાં લોક સેવા આયોગના અધ્યક્ષ રાકેશ કુમાર તેમજ બે અન્ય સભ્યો સહિત ૩૦ સરકારી અધિકારીઓની ધરપકડ થઈ ચૂકી છે.
આસામમાં નોકરી માટે રોકડ કૌભાંડમાં BJP સાંસદની પુત્રી સહિત ૧૯ને સમન્સ

Recent Comments