(એજન્સી) તા.૧૯
આસામના બકસાના લોકોને આપેલી નોટિસમાં ફોરેન ટ્રિબ્યુનલનો પ્રશ્ન છે તમે ભારતીય છો કે નથી ? ત્યાંના લોકો મહામારીથી ત્રસ્ત, પૂરથી પીડિત અને પોતાની ભારતીયતા સાબિત કરવા માટે વિવશ છે. લોકોનું કહેવું છે કે લોકડાઉન અને પૂરના કારણે હવે આર્થિક રીતે પોતાને નબળા અનુભવી રહ્યા છે.
૧૯૮૯માં મેં બે વખત વોટ નાખ્યા હતા અને જ્યારે હું ફરી મત નાખવા ગઈ તો જોયું કે મારૂં નામ હટાવી દેવામાં આવ્યું છે. મને કંઈ સમજ પડી રહી નહતી. પહેલા જ પૂરના કારણે ૧૦ વીઘા જમીન ગુમાવી ચૂક્યા હતા. ઘણા દિવસો સુધી અમે રસ્તા પર જ રહ્યા હતા. મને ડી વોટર નોટિસ મળી, હું તેનો સામનો કેવી રીતે કરીશ. અમારી પાસે જમીન અને પૈસા નથી. મારા પતિ હવે કામ કરવા લાયક પણ નથી, સમર્થ બાનુ. વધુ પડતી નોટિસ જૂનની શરૂઆતમાં જારી કરવામાં આવી હતી પરંતુ લોકો સુધી આ નોટિસ જુલાઈના અંત સુધી પહોંચી જેથી ઓગસ્ટની શરૂઆતમાં આ આપી.
લોકડાઉનની વચ્ચે જ્યારે આસામમાં પૂર આવ્યું હતું. તે સમયે ઘણા લોકો પાસે નોટિસ આવી. લોકડાઉન વચ્ચે અને પૂરની વચ્ચે જ્યારે નોટિસ આવી તો લોકો તૂટી ગયા કારણ કે ચારેબાજુ પૂર જ પૂર છે. સ્થાનિક રહેવાસી કાસીમ અલી જણાવે છે કે પૂર અમને ૮થી ૯ વખત બરબાદ કરી ચૂક્યું છે. અમારી જમીન વહી ગઈ છે. અમે કોઈ રીતે બીજી બાજુ તરફ જઈને વસ્યા છીએ. ઘણી મુશ્કેલીમાં જીવી રહ્યા છીએ. લોકડાઉનના કારણે દિકરાઓને નોકરી મળી રહી નથી. હું તો પહેલાથી જ માંદો છું. માટે કામ પણ નથી કર શકતો. પરિવારના એક સભ્યની નાગરિકતા માટે ૬૦થી ૭૦ હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે અને હવે હું પણ આ ડી વોટરની સમર્યા સહન કરી રહ્યો છું.
સ્થાનિક રહેવાસી કાસીમ અલી જણાવે છે કે મારા પુત્રો પાસે સહેજ પણ પૈસા નથી અને તે બીજી તરફ હું વારંવાર માંદોે થઈ રહ્યો છું. અમે ખૂબ જ ખરાબ સમયથી પસાર થઈ રહ્યા છીએ.
સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે સરકારે જે લોકો પાસે નોટિસ મોકલી છે તેમની પાસે તમામ દસ્તાવેજ છે. તેમને કોઈ પણ પૂછપરછ વિના શંકાના ઘેરામાં રાખવામાં આવી રહ્યા છે. પૂછપરછ કોણે કરી, ક્યારે કરી, સરકારને તેની કોઈ માહિતી નથી, પરંતુ સરકાર તેમ છતાં પણ હંમેશાં તેની પરંતુ શંકા કરે છે જેથી તેમને દબાવીને રાખી શકે.
૧૯ લાખથી વધુ લોકોને ર૦૧૯ની એનઆરસીની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. પોતાની ઓળખનો આ સંઘર્ષ ક્યાં સુધી ચાલશે ?