(એજન્સી) તા.૯
ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં આસામના સોનિતપુર જિલ્લામાં આવેલા જામુગુરિહાટ ખાતે સ્થાનિક મુસ્લિમોએ દેખાવ કર્યા હતા. તેઓ સ્થાનિકો તથા ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ એવિક્શનમાં રૂપાંતરિત થવાનો વિરોધ કરી રહ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે ભાજપના ધારાસભ્યના ગુંડાઓએ સ્થાનિકોને ધમકાવીને તેમને બળજબરીપૂર્વક હાંકી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિકોએ જ્યારે રિહેબિલેટશેન અને વળતર માટે વાંધો દર્શાવ્યો તો એક ગુંડાએ સ્થાનિક યુવકને લાફો મારી દીધો હતો.
જ્યારે હઝારીકા આ સ્થળે આવી પહોંચ્યા તો તેમની સાથે પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી. તેમના હાથમાં બંદૂકો હતી. તેઓ લોકોને ધમકાવી રહ્યા હતા અને સ્થાનિક મહિલાઓનું ઉત્પીડન પણ કરી રહ્યા હતા.
જોકે ઉલટાનું પોલીસે બે સ્થાનિક યુવકોની જ ધરપકડ કરી લીધી હતી. ઉત્પીડિત મહિલાએ હઝારિકા વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી દીધી હતી. સ્થાનિકોએ ભાજપના ધારાસભ્યોના ગુંડાઓ પર લોકોના ઘર લૂંટી લેવાનો આરોપ મૂક્યો હતો. અગાઉ ભૂતકાળમાં પણ મુસ્લિમ બહુમતીવાળા આસામના વિસ્તારોમાં આ રીતે એવિક્શન અભિયાન ચલાવાયા હતા. ઈન્ડીજિનિયસ સમુદાય તરફથી સતત દબાણ વધારવાને પગલે જ આવા અભિયાનો ચલાવાય છે.
Recent Comments