(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રપ
આસારામને બળાત્કારના કેસમાં દોષિત ઠરાવી સજા આપવાના રાજસ્થાનના બનાવ અંગેના ગુજરાત સહિત દેશભરમાં વિવિધ પ્રકારના પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં પણ આસારામના ભક્તો હોઈ તેઓ દ્વારા રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવો ના બને તે માટે સરકાર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, આસારામ વિરૂદ્ધ ગંભીર આરોપ છે. જેના આધારે કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે. રાજ્યમાં આસારામના ભકતો દ્વારા કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે બંદોબસ્ત કરાયો છે.