આ તસવીર જોઈ હર કોઈને પ્રથમ નજરે એમ જ લાગે કે કોઈ ફેક્ટરી કે મકાનમાં લાગેલી આગને કારણે આગના ગોટેગોટા હવામાં ફંગોળાતા હશે. પરંતુ હકીકત સાવ જુદી જ છે. આ તસવીર આગના ગોટાની નહીં, પરંતુ કુદરતે તેની કુદરતથી આકાશમાં ભરેલા રંગોની છે. રવિવારે આકાશમાં વાદળો છવાયા હતા ત્યારે, ઢળતી સંધ્યાએ આકાશમાં આસમાની પૃષ્ઠભૂમિમાં કેસરી, પીળા અને સફેદ રંગનું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. જો કે, આવા દ્રશ્યો તો કુદરત પોતાની કુદરતી પીંછી ફેરવી અવાર-નવાર સર્જતી રહે છે. પરંતુ ઉક્ત તસવીરમાં અમારા ફોટોગ્રાફરે એક પક્ષીની તસવીર પણ સાથે કેદ કરી છે, જાણે આ પક્ષી પોતાની ચાંચમાંથી ફૂવારા છોડી કેનવાસ પર રંગ ભરતું હોય તેવું જણાઈ રહ્યું છે.