(એજન્સી) સિલોંગ, તા.ર૪
કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશના મુખ્યમંત્રી કોનરાડ સંગમા દ્વારા સતત આપવામાં આવી રહેલા નિવેદનોની તીખી આલોચના કરતા આમપાતિને કોંગ્રેસ શાસનકાળથી જ વિકસિત જણાવ્યું હતું. યુવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રિચર્ડ એમ. મરાકે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી કોનરાડ સંગમા જનતા ભ્રમિત કરી રહ્યા છે કે તેઓ આ ક્ષેત્રનો વિકાસ કરી બતાવશે. જ્યારે હકીકત એ છે કે કોંગ્રેસના શાનસકાળમાં જ આમપાતિનો ઘણો વિકાસ થયો છે. એનપીપી પર આક્ષેપ મૂકતા રિચર્ડે કહ્યું કે કોનરાડ ચૂંટાયેલા ધારાસભ્ય નથી. હજુ સુધી ચૂંટણી લડ્યા નથી અને સાંપ્રદાયિક દળ ભારતીય દળ ભાજપ સાથે આમપાતિમાંં ગઠબંધનની સહકાર ચલાવી રહ્યા છે. જનતા એનપીપીને બરતરફ કરી દેશે. કોંગ્રેસ સાંસદ તેમજ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેબે મતદાતાઓને કહ્યું કે આ ક્ષેત્રની કાયાપલટ કરવામાં પૂર્વ મુખ્યમંત્રી ડો.મુકુલ સંગમાનું મોટું યોગદાન છે. જનતા ફરીથી કોંગ્રેસને આ સીટ પર જીતાડશે તો કોંગ્રેસ સરકારની વાપસીનો માર્ગ સાફ થઈ જશે. આમપાતિ સીટ પર કોંગ્રેસ રાજ્યની સૌથી મોટી પાર્ટી બની જશે અને ભાજપ સાથે ગઠબંધન તૂટી જશે.