કેન્દ્ર સરકાર દ્વારા એકતરફ દેશની અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડોલર લઈ જવાના બણગાં ફૂંકે છે બીજી તરફ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે દેશમાં કરોડો ગરીબો એવા છે જેમને બે ટંક પૂરતું ભોજન પણ મળતું નથી. ઉપરોકત તસવીર અમદાવાદ શહેરની છે જ્યાં માલેતુજારો દ્વારા લગ્ન પ્રસંગ બાદ વધેલા એંઠવાડને કચરા પેટીમાં ફેંકી દેવાયો હતો જેને બે ગરીબ બાળકો મિષ્ટાન સમજી આરોગી રહ્યા છે. આ આપણી ટ્રિલિયન ડોલર અર્થ વ્યવસ્થાની સાચી હકીકત છે જ્યાં પૈસાના મદમાં છટકી ગયેલા લોકોને અનાજની કદર નથી. ભૂખ્યાનું પેટ ભરાઈ જાય તેટલો ખોરાક એક વ્યક્તિ બગાડતી હશે. જ્યારે બીજી તરફ પેટ ભરવા આમથી તેમ ફાંફાં મારતા ગરીબ પરિવારો માટે કચરા પેટીમાં ફેંકાયેલો ખોરાક જીવનદાન સમાન બની રહે છે.