નવી દિલ્હી, તા.૮
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર પીટર વોલ્કરનું સ્ટ્રોકના કારણે નિધન થયું છે. તેઓ ૮૪ વર્ષના હતા. તેમણે ઇંગ્લેન્ડ માટે ૩ ટેસ્ટ મેચ રમ્યા હતા. આ ત્રણે મેચ તેમણે દક્ષિણ અફ્રિકા વિરુદ્ધ ૧૯૬૦માં રમ્યા હતા. રિપોર્ટ મુજબ પીટર વોલ્કરે ઇન્ટરનેશનલ કરિયરમાં માત્ર ૧૨૮ રન જ બનાવ્યા હતા. જેમાં ૫૨ રનનો સર્વોચ્ચ સ્કોર હતો. તેમણે ફર્સ્ટ ક્લાસ કરિયરમાં ૬૯૭ કેચ પકડ્યા જેમાં રિકોર્ડ ૬૫૬ પોતાની ઘરેલુ ટીમ ગ્લામોર્ગન માટે પકડ્યા. તેમણે ૪૬૯ મેચમાં ૧૩ સદીની મદદથી ૧૭,૬૫૦ રન બનાવ્યા અને ૨૮.૬૩ની સરેરાશથી ૮૩૪ વિકેટ પણ લીધા હતા. તેઓ ૧૯૯૬માં ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ પણ રહ્યા. ૨૦૦૯થી ૨૦૧૦ સુધી ગ્લોમોર્ગનના અધ્યક્ષ પણ રહ્યા.