અમદાવાદ,તા.૨૪
ઓસ્ટ્રેલિયા તેના જ ઘરમાં પરાસ્ત કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ઇંગ્લેંડ સામે શ્રેણી રમવા જઈ રહી છે, ત્યારે બંને ટિમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ૫ ફેબ્રુઆરીએ યોજાનાર છે, પરંતુ તે પહેલા ઇંગ્લિશ ટીમ શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, ૨૭ જાન્યુઆરી સુધીમાં, ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકાથી ભારત આવી જશે, જો કે ઇંગ્લેન્ડની ટીમમાં કેટલાક ખેલાડીઓ પાછા ફર્યા હતા, જે લાંબા સમયથી ક્રિકેટ રમતા ન હોતા. હવે ઇંગ્લિશ ટીમનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ભારત આવવા માટે ઉડાન ભરી છે, જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ખેલાડીઓને આરામ આપ્યો હતો, જેમાં બેન સ્ટોક્સનો પણ સમાવેશ હતો. બેન સ્ટોક્સે છેલ્લે આઈપીએલમાં રમ્યો હતો. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે સ્ટોક્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની મેચમાં રમ્યો ન હતો. જણાવી દઈએ કે ભારત સામેની શ્રેણીમાં સ્ટોક્સની સાથે જોસ બટલર અને ઝડપી બોલર જોફ્રા આર્ચર ટીમમાં વાપસી કરી ચૂક્યા છે. છેલ્લે ઇંગ્લેન્ડે ભારતમાં પગ મૂક્યો હતો ત્યારે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસે ભારત આવવા ભરી ઉડાન

Recent Comments