માઉન્ટ, તા. ૨૨
માઉન્ટ ખાતે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડના ૩૫૩ રનના જવાબમાં યજમાન ન્યુઝીલેન્ડે આજે રમત બંધ રહી ત્યારે ચાર વિકેટે ૧૪૪ રન બનાવ્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે નિકોલસ ૨૬ અને વેટલિંગ ૬ રન સાથે રમતમાં હતા. ઇંગ્લેન્ડ તરફથી કુરેને બે, લીચે એક અને બેન સ્ટોક્સે એક વિકેટ ઝડપી હતી. તે પહેલા ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ દિવસે ૩૫૩ રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી સાઉથીએ ૮૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે વાગનરે ૩ વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બેન સ્ટોક્સે ૯૧ રન બનાવ્યા હતા જેમાં ૧૨ ચોગ્ગાનો સમાવેશ થાય છે. બેન સ્ટોક્સે ૧૪૬ બોલમાં આ રન બનાવ્યા હતા જ્યારે બટલર ૪૩ રન કરીને આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી તમામ બોલરોએ સારી બોલિંગ કરી હોવા છતાં ઇંગ્લેન્ડના બેટ્‌સમેન ૩૫૩ રનનો જુમલો ખડક્યો હતો. બોલ્ટને એક વિકેટ હાથ લાગી હતી.