(એજન્સી) રોયટર,તા.૧૨
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમે બ્રિટનના સૈનિકો દ્વારા ઈરાકમાં કરાયેલ યુદ્ધ અપરાધોની પ્રાથમિક તપાસ પડતી મૂકીએ છીએ. જોકે અમને પુરાવાઓ મળ્યા છે કે એમણે અત્યાચારો કર્યા હતા. એમણે કહ્યું કે અમારી ઓફિસ ક્યારે પણ સંપૂર્ણ તપાસ કરતી નથી કારણ કે બ્રિટીશ સરકારે આક્ષેપોની તપાસ શરુ કરી છે. એમણે કહ્યું કે આઈ.સી.સી. ત્યારે જ દરમિયાનગીરી કરે છે જ્યારે કોઈ દેશ આક્ષેપોની તપાસ કરવા ઇન્કાર કરે છે અથવા એની સામે કોઈ પગલાં નથી લેતો. એમણે પોતાના અંતિમ રીપોર્ટમાં લખ્યું છે કે ૨૦૦૩ના વર્ષમાં બ્રિટિશ સૈનિકોએ યુદ્ધના ગુનાઓ આચર્યા હતા. એમણે જેલમાં રહેલ સાત ઈરાકી સૈનિકોની હત્યાઓ કરી હતી. બ્રિટિશ સૈનિકો સામે ત્રાસ આપવાના અને બળાત્કારો કરવાના પણ આક્ષેપો હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બ્રિટિશ સૈનિકો દ્વારા ગુનાઓ આચર્યા હોવાના પુરાવાઓ હતા. જે એમણે અટકાયત હેઠળના ઈરાકી નાગરિકો સામે કર્યા હતા. જોકે ઇંગ્લેન્ડે ગુનાઓની તપાસ કરવા યોગ્ય પગલાં લીધા હતા. જૂન મહિનામાં બ્રિટિશના સ્વતંત્ર તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન હજારો ફરિયાદો મળી હતી. જેની અમે તપાસ કરી હતી. બ્રિટનના આ વલણથી એમની સામેનો કેસ બંધ કરવામાં આવ્યો હતો. આઈ.સી.સી.એ અમેરિકન સૈનિકો દ્વારા અફઘાનિસ્તાનમાં યુદ્ધ ગુનાઓ આચર્યા હતા જેની સંપૂર્ણ તપાસ આઈ.સી.સી. દ્વારા કરવામાં આવી હતી જેના લીધે અમેરિકાએ આઈ.સી.સી. ઉપર હુમલો કરી એમની ટીકા કરી હતી. આ તપાસના વિરોધમાં ટ્રમ્પ સરકારે આઈ.સી.સી. ઉપર પ્રતિબંધો મૂક્યા હતા.
Recent Comments