(એજન્સી) તા.ર૩
ઈઝરાયેલની રાષ્ટ્રીય વીમા સંસ્થાએ ગુરૂવારે અહેવાલ આપ્યો હતો કે, લગભગ ર૦ લાખ જેટલા ઈઝરાયેલી નાગરિકો સત્તાવાર ગરીબી રેખાની નીચે જીવન જીવે છે. કુલ વસ્તીના ર૩ ટકા આમાં રજૂ થાય છે. ઈઝરાયેલના લગભગ એક તૃતિયાંસ બાળકોનો આ આંકડાઓમાં સમાવેશ થાય છે. આ સંસ્થા અનુસાર ઈઝરાયેલમાં રહેતા અરબ નાગરિકોમાં ગરીબીનો દર પ૦ ટકા નજીક છે. જે યહુદી નાગરિકો વચ્ચેના દર કરતા બમણો છે. ગયા વર્ષે આવરી લેવાયેલા આંકડાઓમાં ર૦૧૮ની મર્યાદાના આધારે ઈઝરાયેલમાં ગરીબી રેખા વ્યક્તિ દીઠ ૩,પ૯૩ શેકેલ્સ છે અને દંપતી દીઠ પ,૭પ૦ શેકેલ્સ છે. સામાજિક કલ્યાણ અધિકારીઓએ ધ્યાન દોર્યું હતું કે, આ મહામારીએ માત્ર નીચલા સામાજિક આર્થિક સ્તરોને જ અસરગ્રસ્ત કરી છે એમ નથી. ગરીબીના દરોમાં ઈઝરાયેલમાં સુધારો થયો નથી, ર૦૧૦માં આર્થિક સહકાર અને વિકાસ માટેના સંગઠન (ઓઈસીડી)માં જોડાયા પછી પણ સુધારો થયો નથી થયો. કરના દરોમાં વધારો કરાયા છતાં પણ એ જ હાલ છે. આ દરમ્યાન મહામારીના કારણે ફેબ્રુઆરીના અંત સુધીમાં બેરોજગાર લોકોની સંખ્યા દસ લાખથી વધુ થવાની સંભાવના છે. ઇઝરાયેલી નાણાં મંત્રાલયનું અનુમાન છે કે, જો વાયરસ રસીકરણ અભિયાન સફળ થઈ પણ જાય અને નજીકના ભવિષ્યમાં હટાવી દેવામાં પણ આવે તો પણ બેરોજગારીનું સંકટ સમગ્ર વર્ષ દરમ્યાન ચાલુ જ રહેશે.
Recent Comments