(એજન્સી) અનાદોલુ,તા.૧
ઈરાને એમના ટોચના પરમાણુ વૈજ્ઞાનિક મોહસીન ફખરીઝાદેહની હત્યા બદલ ઇઝરાયેલ ઉપર આક્ષેપો મૂક્યા પછી ઈઝરાયેલે સોમવારે સમગ્ર વિશ્વમાં આવેલ એમના દૂતાવાસોને સાવધ કર્યા હતા.
ઇઝરાયેલના અખબાર મારિવે રિપોર્ટ આપ્યો હતો કે વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ અલોન ઉશ્પીઝે વિશ્વના બધા જ દૂતાવાસોને જણાવ્યું છે કે તેઓ સુરક્ષાના વધુ પગલા લે જેથી કોઈ અજુગતી ઘટના ના બને. મંત્રાલયે ઇઝરાયેલ ઉપર ત્રાસવાદી હુમલાને અટકાવવા પુરતી સુરક્ષા જાળવવા આદેશો આપ્યા હતા. ઇઝરાયેલને ભય છે કે ઈરાન આ હત્યાનો બદલો લેવા પ્રયાસો કરશે.
ફખરીઝાદેહની હત્યા શુક્રવારે તહેરાન પાસે આવેલ હાઇવે ઉપર અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવી હતી. મોટા ભાગના ઈરાનના અધિકારીઓ આ હત્યા માટે ઇઝરાયેલને દોષિત ગણાવે છે અને સખત જવાબ આપવા પ્રતિબદ્ધતા જાહેર કરે છે.
ફખરીઝાદેહની અંતિમ વિધિ સમયે ઈરાનના રક્ષા મંત્રી આમીર હતામીએ પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે તહેરાન આ હત્યા વ્યર્થ જવા નહિ દે. ઈરાન સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિની કમિટીએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હત્યામાં ઇઝરાયેલનો હાથ હોવાનો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
Recent Comments